વડોદરા: યુવાને ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના કરવા રમવા આવો માડી શિર્ષક હેઠળ ડાકલાનો મ્યુઝિક વીડિયો બનાવ્યો

New Update
વડોદરા: યુવાને ચૈત્રી નવરાત્રીમાં માતાજીની આરાધના કરવા રમવા આવો માડી શિર્ષક હેઠળ ડાકલાનો મ્યુઝિક વીડિયો બનાવ્યો

કોરોનાને કારણે આ વર્ષે લોકો ભેગા મળીને એકબીજા સાથે નવરાત્રીનો આનંદ નથી લઈ શક્યા ત્યારે શહેરના સમા વિસ્તારમાં રહેતા યુવાને માતાજીની આરાધના કરવાના પર્વ એટલે કે ચૈત્રી નવરાત્રીના પાવન અવસર પર માતાજીની આરાધના કરવા માટે રમવા આવો માડી શીર્ષક હેઠળ ડાકલાનો મ્યુઝિકલ વીડિયો બનાવ્યો છે.

publive-image

આ અંગે મ્યુઝિક કમ્પોઝર, સિંગર અને લિરીસિસ્ટ પ્રિયાંશ શાહે જણાવ્યું હતું કે, હું છેલ્લા ૧૫ વર્ષથી સંગીત સાથે જોડાયેલો છું. કોરોના કાળમાં લોકો ઘરે રહીને માતાજીની આરાધના કરે તે માટે મ્યુઝિકલ વીડિયો બનાવ્યો છે. જેમાં કીર્તિદાન ગઢવીએ પણ પોતાનો સુર આપ્યો છે. જે રીશી પટેલના ઓડીયો ક્રિએશનમાં રેકોર્ડ કરવામાં આવ્યું છે.

publive-image

આ વીડિયોના પ્રોડ્યુસર શ્યામલ ગ્રૂપના અમિત ટીલવા છે. આ સાથે ફેશન વિથ ફોરમ દ્વારા તેમને કોસ્ચ્યુમની મદદ કરવામાં આવી હતી. શહેરની તારા સન્સ હોટલ ખાતે 6 એપ્રિલના દિવસે ગીતનું શૂટ કરવામાં આવ્યું હતું.

publive-image

યુવા કલાકારોને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર કરતા કીર્તિદાન ગઠવીએ જણાવ્યું હતું કે, હાલના યુવાનો ગુજરાતી લોક ગીત અને સંગીત પરંપરાને સાચવી રહ્યા છે ત્યારે તેમને પ્રોત્સાહિત કરવીએ દરેક ગુજરાતીની ફરજ છે. આવા સમયે જ્યારે પ્રિયાંશે મને માતાજીના ડાકલા ગાવાનું કહ્યું ત્યારે મેં તેને કહ્યું હતું કે આ વીડિયોને હું મારા ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પરથી અપલોડ કરીશ.

publive-image

પ્રિયાંશને આપેલી બાંહેધરી પ્રમાણે 13 એપ્રિલના રોજ ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થાય છે ત્યારે 9 એપ્રિલના રોજ સંગીતમય ડાકલાને યુટ્યૂબ પર લોકો માટે અપલોડ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિયાંશ દ્વારા બનાવવામાં આવેલા મ્યુઝિકને મ્યુઝિકના વિવિધ પ્લેટફોર્મ પર મ્યુઝિક પ્રિયાંશ થી લોકો સર્ચ કરીને સાંભળી શકશે.

publive-image
publive-image
Latest Stories