વડોદરાના માંજલપુરના ધારાસભ્ય અને રાવપુરમાં રહેતા યોગેશ પટેલની કારને આગ લાગવની ઘટના સામે આવી હતી. કારમાં આગ શોર્ટસર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક તબક્કે માનવામાં આવતું હતું. જોકે મામલાની ઊંડાણ પૂર્વક તપાસ કરતા કઈ અલગ જ સત્ય સામે આવ્યું હતું.આ મામલે કારના ડ્રાઈવર ગૌરાંગ પટેલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ પ્રમાણે, 27 જાન્યુઆરીના રોજ રાત્રે પોણા ત્રણ વાગ્યે પરિચિતનો ફોન આવ્યો હતો અને કારમાં આગ લાગ્યાનું જણાવ્યું હતું. ત્યાર બાદ રાવપુરા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે સીસીટીવીની તપાસ કરાતા 2-44 કલાકે એક ઇસમે સ્ફોટક પદાર્થ લગાડી કારમાંથી ધુમાડો નીકળતા પરત જતો રહ્યો હતો. કાર સળગી જવાને કારણે રૂ.10 લાખનું નુકશાન પહોંચ્યું હતું. આ મામલે પોલીસે આજરોજ આગ ચાંપનારની અટકાયત કરી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
