વડોદરા : કરજણ વિધાનસભા બેઠક માટે ચાર ઉમેદવારી પત્રો ભરાયા

New Update
વડોદરા : કરજણ વિધાનસભા બેઠક માટે ચાર ઉમેદવારી પત્રો ભરાયા

147 કરજણ વિધાનસભા બેઠકની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના સાતમા દિવસે વધુ બે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા તથા અગાઉ જેઓ ઉમેદવારી નોંધાવી છે એવા એક ઉમેદવારે આજે ફરી થી ફોર્મ ભર્યું હતું. તા.9મી ઓક્ટોબર થી આ કાર્યવાહી ચાલી રહી છે.

આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર શ્રી જાડેજા કિરીટસિંહ અને અપક્ષ સુરતિયા જયદીપસિંહ એ ઉમેદવારી નોંધાવી હતી.જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અક્ષયકુમાર પટેલે ફરી થી ફોર્મ ભર્યું હતું. આમ, અત્યાર સુધી આ બેઠક માટે ચાર ઉમેદવારો એ 5 ફોર્મ ભર્યા છે.

આવતીકાલ તા.16 મી ના રોજ ઉમેદવારી નોંધાવવા નો છેલ્લો દિવસ છે.કરજણ તાલુકા સેવા સદન ખાતે આવેલી ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ની કચેરી અને મામલતદાર સહ મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં સવારના 11 થી બપોરના 3 વાગ્યા સુધી ઉમેદવારી નોંધાવી શકાશે.
દરમિયાનમાં બેઠકના ચૂંટણી અધિકારી દ્વારા કરજણ ખાતે ટેલીફોનીક નિયંત્રણ કક્ષ શરૂ કરવામાં આવ્યો છે જેનો સંપર્ક નં.02666 - 232046 છે.