વડોદરા : બનીયન પેરેડાઇઝ હોટલમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 15 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા

New Update
વડોદરા : બનીયન પેરેડાઇઝ હોટલમાંથી લોકલ ક્રાઇમ બ્રાન્ચે 15 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા

ગત તારીખ 30 જુલાઇના રોજ રાત્રિ દરમ્યાન વડોદરાની દુમાડ ચોકડી પાસે આવેલ બનીયન પેરેડાઇઝ હોટલમાંથી વડોદરા લોકલ ક્રાઇમ બ્રાન્ચે 15 જેટલા જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જેમાં પોલીસે રૂપિયા 8.57 લાખ રોકડા સહિત 80 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે હોટલ માલિક સહિત 15 જુગારીઓની ધરપકડ કરી છે. જુગાર રમતા પકડાયેલા લોકોમાં બિલ્ડર્સ અને વેપારીઓ સામેલ છે. પોલીસે જુગારીઓની ફોર્ચ્યુનર, મર્સિડિઝ સહિત ગાડીઓ જપ્ત કરી છે.

publive-image

પોલીસે દુમાડ ચોકડી પાસે આવેલી બનીયન પેરેડાઇઝ હોટલમાં દરોડો પાડતા રૂમ નંબર 103 અને રૂમ નંબર 107માં જુગાર રમતા શખ્સો ઝડપાયા હતાં.

Latest Stories