પોર નજીક આવેલા અણખી ગામ પાસે રેતી ભરેલી ટ્રક પલટી જતા એક ને ઇજા

પોર નજીક આવેલા અણખી ગામ પાસે રેતી ભરેલી ટ્રક પલટી જતા એક ને ઇજા
New Update

વડોદરાના પોર નજીક આવેલા અણખી ગામ પાસે એક રેતી ભરેલી ટ્રક પલટી જતા અફરાતફરી સર્જાવા પામી હતી.

ડભોઇ તરફથી રેતી ભરીને આવી રહેલી એક ટ્રક નંબર જીજે - ૧૬ - એક્સ ૯૯૧૯ ના ચાલકનો સ્ટિયરિંગ અથવા અન્ય કોઇ કારણોસર કાબુ ગુમાવતા ટ્રક પલટી જતા ટ્રક ચાલકને ઇજા થવા પામી હતી.

ટ્રક રોડ પર આડી થઇ જવાના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.લોકચર્ચા મુજબ ડભોઇ તરફથી રેતી ભરીને આવતી ટ્રકો માતેલા સાંઢની જેમ દોડતી હોવાનું જાણવા મળી રહ્યું છે. જેના કારણે છાશવારે અકસ્માતની ઘટનાઓ બનતી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. તો પોલીસની કામગીરી સામે લોકો શંકા કરી રહ્યા છે. સદનસીબે કોઇ જાનહાનીણ સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. અકસ્માત સંદર્ભે પોલીસ ફરિયાદ વિશે કોઇ માહિતી મળી નથી.

Here are a few more articles:
Read the Next Article