Connect Gujarat
વડોદરા 

“21મી સદીના કૌશલ્યો” : વડોદરામાં સૌપ્રથમ વખત પ્રેરક વક્તા ડૉ. વિવેક બિન્દ્રાનો સેમિનાર યોજાયો…

X

આધુનિક વિશ્વમાં સફળતાની શોધખોળ વિષય પર સેમિનાર

સૌપ્રથમ વખત ડૉ. વિવેક બિન્દ્રાના સેમિનારનું આયોજન

સર સયાજીનગર ગૃહ ખાતે મોટી સંખ્યામાં લોકોની હાજરી

વડોદરામાં સૌપ્રથમ વખત ડૉ. વિવેક બિન્દ્રાના સેમિનારનું સર સયાજીનગર ગૃહ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય વિષય ‘૨૧મી સદીના કૌશલ્યો આધુનિક વિશ્વમાં સફળતાની શોધખોળ’ વિષય પર આંતરદ્રષ્ટિપૂર્ણ વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ ક્ષેત્રના ઉદ્યોગપતિઓ, કંપનીઓના સી.ઈ.ઓ., સંસ્થાના આગેવાનોએ ઉત્સાહપૂર્વક પ્રવચનને માણ્યું હતું. ડૉ. બિન્દ્રા એક પ્રતિષ્ઠિત વિચારસરણીના પ્રેરક વક્તા છે. તેઓએ ૨૧મી સદીના ઝડપથી વિકસતા લેન્ડસ્કેપમાં ઉત્કૃષ્ટ થવા માટે જરૂરી કૌશલ્યો ખાસ સીગ્મા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે “કન્ફ્યુઝન ટુ ક્લેરીટી’’ વિશે ગહન આંતરદ્રષ્ટિ ધરાવતા બે સૂત્રો શેર કર્યા હતા. ૨૧મી સદીના કૌશલ્યો પર પ્રવચન આપતા ડૉ. વિવેક બિન્દ્રાએ ઉપસ્થિત મહાનુભાવોને કૌશલ્ય વિકાસ અને વ્યક્તિગત વૃધ્ધિ માટે સક્રીય અભિગમ અપનાવવા માટે પ્રેરિત કર્યા હતા.

આધુનિક વિશ્વમાં ઉત્કૃષ્ટ થવા માટે જરૂરી જટિલ કૌશલ્યો ઉપર તેમના આંતરદ્રષ્ટિપૂર્ણ પ્રવચનમાં નિઃશંકપણે હાજર રહેલા તમામ મહાનુભાવો પર કાયમી અસર છોડી હતી. સમગ્ર કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓ ખુબજ ઉત્સાહિત હતા. સેમિનાર દરમ્યાન અનુકુલન ક્ષમતા અને સ્થિતિસ્થાપકતા, જટિલ વિચારસરણી તથા સમસ્યાનું નિરાકરણ, સંદેશા વ્યવહાર અને સહયોગ, ડિજીટલ સાક્ષરતા, સતત શિક્ષણ અને અન્ય ઘણા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. ડૉ. વિવેક બિન્દ્રા સેમિનાર પૂર્ણ કર્યા બાદ સિગ્મા યુનિવર્સિટીની મુલાકાતે પહોંચ્યા હતા. તેઓએ પોતાનો કિંમતી સમયમાં પણ સમગ્ર યુનિવર્સિટીમાં ફરી યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમો અને યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને અપાતી તમામ સવલતો અને શૈક્ષણિક સ્ટાફ સાથે વાર્તાવિલાપ કર્યો હતો. આ કાર્યક્રમનું નેતૃત્વ આશ્રયદાતા શૈલેષ શાહ, પ્રમુખ ડૉ. હર્ષ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. માર્ગદર્શક અને મુખ્ય સલાહકાર જ્યોત્સના શાહ, વાઇસ પ્રેસિડેન્ટ ડૉ. શ્રેયા શાહ, મેનેજીંગ ડિરેક્ટર ડૉ. જીગર પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story