New Update
/connect-gujarat/media/post_banners/e84998b1ffa5caf0aaf3ad7704a0c11278214647729666661d00a695e4587726.webp)
અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પોઇચાની નર્મદા નદીમાં પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. બચાવો બચાવોની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ જીવના જોખમે બચાવવા પાણીમાં કૂદ્યા હતા. કુલ 8 પ્રવાસીઓમાં ત્રણ નાના બાળકો હતા. સ્થનિકોએ એકને ડૂબતા આબાદ બચાવ્યો હતો. હજુ 7 લાપતાની લોકોની શોધખોળ શરૂ કરાઈ છે. રાજપીપળા ટાઉન પોલીસ, નગરપાલિકાના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે