વીજબિલનો ઝટકો : વડોદરામાં નવું મીટર લગાવ્યા બાદ MGVCL’એ દુકાનદારને રૂ. 78 હજારથી વધુનું બિલ પકડાવ્યું..!

વડોદરા શહેરમાંથી વીજબિલનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. શહેરના સુભમપુરા વિસ્તારમાં એક દુકાનદારને નવું મીટર લગાવ્યા બાદ રૂ. 78 હજારથી વધુનું બિલ આવતા ચકચાર મચી

New Update
  • સુભમપુરા વિસ્તારમાં વીજબિલનો ચોંકાવનારો મામલો

  • મધ્ય ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી

  • દુકાનમાં જૂનું વીજ મીટર બગડી જતા નવું મીટર લગાવ્યું

  • રૂ. 78 હજારથી વધુનું બિલ પકડવાતા દુકાનદાર ચોંકી ઉઠ્યો

  • MGVCL દ્વારા બિલ અંગે તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરાય 

વડોદરા શહેરમાં વીજ ગ્રાહકો માટે ચેતવણી સમાન એક ઘટના સામે આવી છે. સુભમપુરા વિસ્તારમાં આવેલ એક દુકાનમાં જૂનું વીજ મીટર બગડી જતા વીજ કંપની દ્વારા નવું મીટર લગાડવામાં આવ્યું હતું. પરંતુ મીટર બદલાયા બાદ જ્યારે બિલ આવ્યું ત્યારે દુકાનદાર વિજય વાળાના હોશ ઉડી ગયા. બિલની રકમ હતી રૂપિયા 78 હજાર 605 રૂપિયા 44 પૈસા. આટલું મોટું બિલ આવતા દુકાનદારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. 

ત્યારબાદ દુકાનદારે તાત્કાલિક વીજ કંપનીનો સંપર્ક કર્યો હતો. દુકાનદારે આ મામલે મધ્ય ગુજરાત વીજ કંપની કચેરીમાં રજૂઆત કરતા ત્યાંના અધિકારીઓ પણ બિલની રકમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. હાલ આ મામલે ટેકનિકલ ચકાસણી અને બિલની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. દુકાનદારે લોકોને અપીલ કરી છે કેજો વીજબિલ અચાનક વધારે આવે તો તરત જ વીજ કંપનીનો સંપર્ક કરવો જોઈએ. સાથે સાથે મીટર રીડિંગજૂના બિલ અને વપરાશનો રેકોર્ડ સાચવી રાખવો જરૂરી છે. આ ઘટનાએ અન્ય વીજ ગ્રાહકોમાં પણ ચિંતા ઊભી કરી છે.

Latest Stories