Connect Gujarat
વડોદરા 

દૂધ બાદ હવે ઘીની પણ ચોરી : વડોદરામાં અમૂલ પાર્લરના કર્મચારીએ ઘીના 170 પાઉચની ચોરી કરી, ઘટના CCTVમાં કેદ

અમૂલ પાર્લરમાં કામ કરતા કર્મચારીએ 50 હજાર રૂપિયાની કિંમતના ઘીના 170 પાઉચની ચોરી કરી

X

માંજલપુર વિસ્તારના અલવાનાકા રોડની બની ઘટના

અમૂલ પાર્લરમાંથી ઘીના 170 જેટલા પાઉચની ચોરી

પાર્લરમાં કામ કરતા કર્મચારીએ ચોરી કરતાં ખળભળાટ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના અલવાનાકા રોડ પરઅમૂલ પાર્લરમાં કામ કરતા કર્મચારીએ 50 હજાર રૂપિયાની કિંમતના ઘીના 170 પાઉચની ચોરી કરી હતી. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના અલવાનાકા કોતર તલાવડી દર્શનનગરમાં રહેતા વેપારી સચિન ગેહલોટએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, મેં અમૂલ ડેરીની ફ્રેન્ચાઇઝી લીધેલી છે,અને હું અલવાનાકા રોડ પર આવેલ પ્રથમ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવુ છું.

અમારે ત્યાં અશોક કટારીયા છેલ્લા 15 દિવસથી મજૂરી કામ કરે છે. અમારી દુકાનમાં સ્ટાફની નજર ચુકવીને અશોક કટારીયાએ 28 હજારની કિંમતના અમૂલ ડેરીના ઘીના 500 ગ્રામના 140 પાઉચની ચોરી કરી હતી, અને 12 હજારની કિંમતના 1 લિટરના 30 પાઉચની પણ ચોરી કરી હતી.

આરોપી અશોક કટારીયા પોતાના પેન્ટના કમરના ભાગે આ મુદ્દામાલ નાખી ચોરી કરતો હતો, અને રોજ થોડા થોડા ઘીના પાઉચ લઇ જતો હતો. જેણે ધીમે ધીમે 50 હજારની કિંમતના 170 જેટલા ઘીના પાઉચની ચોરી કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના દુકાનના લાગેલા CCTVમાં કેદ થઇ ગઈ હતી. જેમાં આરોપી ઘીના પાઉચની ચોરી કરતો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે, જેથી આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ કરી છે.

Next Story