બરોડા વુમન ક્રિકેટ ટીમની બસને વિશાખાપટ્ટનમમાં નડ્યો અકસ્માત, મેનેજર સહિત 5 લોકો ઇજાગ્રસ્ત...

વિશાખાપટ્ટનમ ખાતે બીસીસીઆઇની ટૂર્નામેન્ટમાંથી પરત ફરી રહેલી બરોડા વુમન ક્રિકેટ ટીમ આજે વહેલી સવારે હોટલથી વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર જઇ રહી હતી

New Update
બરોડા વુમન ક્રિકેટ ટીમની બસને વિશાખાપટ્ટનમમાં નડ્યો અકસ્માત, મેનેજર સહિત 5 લોકો ઇજાગ્રસ્ત...

વિશાખાપટ્ટનમ ખાતે બીસીસીઆઇની ટૂર્નામેન્ટમાંથી પરત ફરી રહેલી બરોડા વુમન ક્રિકેટ ટીમ આજે વહેલી સવારે હોટલથી વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર જઇ રહી હતી, ત્યારે તેમની બસને અકસ્માત નડ્યો હતો. જેમાં ટીમ મેનેજર અને 4 ખેલાડીઓ મળીને 5 લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર મામલે ટીમ કોર્ડિનેટર ગીતા ગાયકવાડે જણાવ્યુ હતું કે, 'બરોડા સિનિયર વુમન ટીમ વિશાખાપટ્ટનમ ખાતે બીસીસીઆઇ સિનિયર વુમન ટી૨૦ ટૂર્નામેન્ટ રમવા ગઇ હતી. 6 લીગ મેચ રમ્યા બાદ આજે સવારે 7.30 વાગ્યાની ટીમની ફ્લાઇટ હતી, જ્યારે મારી સાથે સિલેક્ટરની ફ્લાઇટ 8.30 વાગ્યાની હતી. ટીમના પ્લેયર્સ, મેનેજર અને ફિઝીયો સહિત 20 લોકો સવારે 5 વાગ્યે બસ દ્વારા હોટલથી એરપોર્ટ જવા નીકળ્યા હતા. આ દરમિયાન 5.30 વાગ્યે ટીમના ફિઝિયોથેરાપીસ્ટનો મને ફોન આવ્યો હતો કે, તેમની બસને ગંભીર અકસ્માત નડયો છે. અમે લોકો અકસ્માત સ્થળે પહોંચ્યા અને જોયુ તો ટીમ મેનેજર નિલમ ગુપ્તેને કપાળ પર ઇજા હતી, જ્યારે ખેલાડીઓ અમૃતા જોસેફ, પ્રજ્ઞા રાવત, નિધી ધુમાનીયા અને કેશા પટેલને હેડ ઇન્જરી હતી. તેમને તુરંત હોસ્પિટલમાં લઇ જવાયા હતા. સાંજ સુધીમાં મેનેજર અને તમામ ખેલાડીઓના સિટી સ્કેન રિપોર્ટ નોર્મલ આવી ગયા છે. મેનેજર નિલમ ગુપ્તેને આઇબ્રો પર 6 ટાંકા લેવામાં આવ્યા છે, અને તમામને હોસ્પિટલે રજા આપી દેતા તેઓ સાંજે વડોદરા આવવા રવાના થયા છે.

Latest Stories