ભાવનગર : લોકસભા ચૂંટણીના મતદાનને લઈને તંત્ર સજ્જ, પોલીસ વિભાગે ગોઠવ્યો લોખંડી બંદોબસ્ત…

આવનારી તા. 7 મેના રોજ લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉજવવા જઈ રહ્યું છે.

New Update
ભાવનગર : લોકસભા ચૂંટણીના મતદાનને લઈને તંત્ર સજ્જ, પોલીસ વિભાગે ગોઠવ્યો લોખંડી બંદોબસ્ત…
Advertisment

આવનારી તા. 7 મેના રોજ લોકશાહીનું સૌથી મોટું પર્વ ઉજવવા જઈ રહ્યું છે. આ લોકસભા સામાન્ય ચૂંટણી અંતર્ગત ભાવનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોખંડી બંદોબસ્ત સાથે તૈયારી હાથ ધરવામાં આવી છે. ભાવનગર જિલ્લા ખાતે 1192 જગ્યાએ મતદાન થનાર છે. જેમાં 1192 બિલ્ડિંગમાં કુલ 2030 જેટલા મતદાન બુથનો સમાવેશ થાય છે.

Advertisment

ભાવનગર જિલ્લાના વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ મતદાનના દિવસે પોલીસ તંત્ર દ્વારા ડિપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત CAPFની 6 કંપની ભાવનગર જિલ્લા ખાતે તૈનાત કરવામાં આવેલી છે. છેલ્લા 4 દિવસથી ભાવનગર જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના તમામ પ્રકારના ગામમાં ફૂટ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશનમાં કવર કરી લેવામાં આવ્યા છે. મતદાનના દિવસે 170 પોલીસ સેક્ટર મોબાઈલ 7 બિલ્ડીંગ દીઠ એક પોલીસ વાન પેટ્રોલિંગમાં રહેશે.

તમામ વિધાનસભા ઉપર ડીવાયએસપી કક્ષાના એક અધિકારીનું સુપરવિઝન રાખવામાં આવ્યું છે. આ સિવાય ભાવનગર જિલ્લામાં કુલ 7 જગ્યાએ ડિસ્પેચિંગ એન્ડ રીસીવિંગ સેન્ટર નક્કી કરવામાં આવેલા છે. આ તમામ સેન્ટર ઉપર આવતી કાલથી થ્રી લેયર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ કલેકટર ઓફિસ ખાતે પણ 24 કલાક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

Latest Stories