Connect Gujarat
વડોદરા 

રૂપાલાની ટિકિટ રદ્દ કરો..! : ભાજપના કાર્યકરો-આગેવાનોએ પ્રવેશ કરવો નહીં, વડોદરાના સાઠોદમાં લાગ્યા બેનર

લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે

X

લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ સામે આવ્યો છે.

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના સાઠોદ ગામના મુખ્ય દ્વાર પર રાજપૂત સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં જેસીબીની મદદથી ભાજપના કાર્યકરોના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું બેનર લગાડવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટ લખ્યું છે કે, જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકર કે, આગેવાનોએ ગામમાં પ્રવેશ કરવો નહીં. આ અગાઉ ડભોઇ તાલુકાના માંડવા ગામના રાજપૂત ફળિયામાં પણ ભાજપ વિરુદ્ધ બેનર લાગ્યા હતા. તેમજ આગવાનો એકત્રિત થઈ પુરુષોત્તમ રૂપાલા સામે સૂત્રોચ્ચાર કર્યા હતા, અને આ ચૂંટણી નહીં પરંતુ આવનાર દરેક ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરશે તેવું જાહેર કર્યું હતું. સાઠોદ ગામનો રાજપૂત સમાજ સખત શબ્દોમાં વખોડે છે, અને આજે સમાજ સહિત સાઠોદ ગામના રાજપૂત સમાજ દ્વારા ગામના સ્ટેન્ડ પર આ બેનર લગાવવામાં આવ્યાં છે. જો અમને યોગ્ય ન્યાય નહીં મળે તો ગામેગામ આ જ રીતે પોસ્ટરો લાગશે અને રૂપાલા વિરુદ્ધ મતદાન કરાવીશું. ભાજપ વિકાસની વાતો કરે છે, ત્યારે રોડ-રસ્તા પર રાજપૂત સમાજ આવ્યો છે. છતાં કેમ ન્યાય મળતો નથી. માગણી વાજબી છે, અને અમે કોઈ સમાજ કે, સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા નથી તે કરવા સરકાર મજબૂર કરી રહી છે. જો સરકાર પુરુષોત્તમ રૂપાલની ટિકિટ નહીં કાપે તો માઈક્રો પ્લાનિંગ કરી ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Next Story