Connect Gujarat
વડોદરા 

વડોદરા સેન્ટ્રલ જેલમાં એવી ચૂંટણી થાય છે જેમાં માટલાનો ઉપયોગ મતપેટીઓ તરીકે કરાય.!

ડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લે 2017 કે તે પહેલાં કેદી પંચાયતના સદસ્યો પસંદ કરવા માટે ચૂંટણી થઈ હતી

વડોદરા સેન્ટ્રલ જેલમાં એવી ચૂંટણી થાય છે જેમાં માટલાનો ઉપયોગ મતપેટીઓ તરીકે કરાય.!
X

જ્યારે સર્વ સંમતિના સધાય ત્યારે ચૂંટણીઓ કરવી પડે.બહુધા લોકો લોકસભા,વિધાનસભા અને મહાનગર પાલિકા,નગર પાલિકા,તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં ખૂબ રસ અને ઉત્સુકતા દાખવે છે. બાકી ચુંટણીઓ તો શાળા થી લઈને સહકારી સંસ્થાઓ, મંડળો જેવી વિવિધ સંસ્થાઓમાં થતી જ રહે છે.આવી જ એક ચૂંટણી વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદી પંચાયતની થાય છે જે અન્ય ચુંટણીઓની સરખામણી માં ઘણી અવનવી અને અનોખી છે.

વડોદરા સેન્ટ્રલ જેલમાં છેલ્લે 2017 કે તે પહેલાં કેદી પંચાયતના સદસ્યો પસંદ કરવા માટે ચૂંટણી થઈ હતી એવી જાણકારી આપતાં કેદી કલ્યાણ અધિકારી શ્રી મહેશ રાઠોડે જણાવ્યું કે કેદી પંચાયતની રચના તો દર વર્ષે થાય છે પરંતુ છેલ્લા ઘણાં વર્ષો થી સર્વ સંમતિ થી કેદી પંચાયતના સદસ્ય સેવકો પસંદ થતાં હોવાથી વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૂંટણી યોજવાની જરૂર પડી નથી. જો કે આ કેદી પંચાયતનો ચુનાવ ઘણી રીતે અલગ પડે છે. જેલ બહાર યોજાતી અન્ય ચૂંટણીઓમાં ઉમેદવાર ગમે તેટલા હોય મત પેટી એક જ હોય છે.જ્યારે કેદી પંચાયતના નિર્વાચનમાં જેટલા ઉમેદવાર એટલી મત પેટી.તમારે જે ઉમેદવારને મત આપવાનો હોય એની મત પેટીમાં તમારો મત નાંખવાનો.અને પાછી આ મત પેટી માટે માટલા પસંદ કરવામાં આવે છે. દરેક માટલા પર એનું નામ લખવામાં આવે છે.

મત ગણતરી વખતે મત જુદા પાડવા પડતાં નથી, કોઈ વિવાદ થતો નથી કે મત અમાન્ય ઠરતો નથી અને ગણતરી ઝડપી બને છે. બીજી ખાસ વાત એ છે કે જેલમાં કાચા કામના અને પાકા એમ બે પ્રકારના કેદીઓ હોય છે. કાચા કામના એટલે જેમની પર અદાલતી કાર્યવાહી ચાલુ હોય તેવા કેદી. પાકા કેદી એટલે જેમને અદાલતે સજા ફરમાવી દીધી છે અને તેના લીધે જેલવાસ ભોગવી રહ્યાં હોય તેવા કેદીઓ.કેદી પંચાયત ચુનાવમાં મતાધિકાર ફક્ત પાકા કેદીઓને મળે છે. ચુનાવ પણ ફક્ત આ કેદીઓ જ લડી શકે છે.કાચા કામના કેદીને જેલમાં મતાધિકાર કે ચૂંટણી લડવાનો અધિકાર મળતો નથી.અહીં એ વાત નોંધવી ઘટે કે જેને અદાલતે સજા ફરમાવી દીધી હોય અને સજા રૂપે જેઓ જેલવાસ ભોગવતા હોય તેવા કેદીઓનો નાગરિક તરીકે નો મતાધિકાર,સજાના સમયગાળા માટે મોકૂફ થઈ જાય. છે.એટલે તેમને સાંસદ,ધારાસભાકે પંચાયત ચુનાવમાં તે સમય પૂરતો મત આપવાનો અધિકાર નથી.તેની સામે જેલમાં તેમને કેદી પંચાયતમાં મત આપવાનો અધિકાર મળે છે.છે ને વિધિની વક્રતા અને જેલવાસ દરમિયાન પાકા કેદી ફક્ત એકવાર આ પંચાયતના સેવક બનવા માટે ચૂંટણી લડી શકે છે. હાલમાં વડોદરા સેન્ટ્રલ જેલની કેદી પંચાયતના સેવકોની સંખ્યા 7 છે. કેદી પંચાયતની બેઠક દર બુધવારે મળે છે. પંચાયતના સેવકોનું કામ આ સભામાં કેદીઓના પ્રશ્નો પ્રશાસન સમક્ષ મૂકવા અને એનું સુખદ નિરાકરણ આણવાનું છે. પ્રત્યેક કેદીની જેલ કચેરી સુધી સીધી પહોંચ ન હોય. એટલે તેમના વતી પ્રશ્નો રજૂ કરવા અને નિરાકરણ મેળવવાનું કામ કેદી પંચાયતના સદસ્ય સેવકો કરે છે.

Next Story