/connect-gujarat/media/post_banners/f12617bd6a0c038dcc9e2b80525e10571b9341463b8893401a7de60cfeb98932.jpg)
ભારત-પાકિસ્તાન મેચ અને ઇઝરાયેલ-હમાસ વચ્ચેનું યુદ્ધ
શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ભૂતકાળની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવું આયોજન
ભારત પાકિસ્તાન વચ્ચે યોજાનારી મેચ અને ઇઝરાયેલ-હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં શુક્રવારના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દેશમાં એક જૂથ આતંકવાદી પ્રવૃત્તિ કરનાર હમાસને સમર્થન આપી રહ્યું છે, જે બાબતને ધ્યાનમાં રાખી શુક્રવારે વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત અને આરએએફ ફોર્સ નીતિમાં ગોઠવવામાં આવી હતી. ભૂતકાળમાં ડેનમાર્કની ઘટનાને લઇ વડોદરામાં હિંસા ફાટી નીકળી હતી. જે ઘટનાનું પુનરાવર્તન ન થાય તે સહિતની બાબતોને ધ્યાનમાં રાખી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ વડોદરા શહેર પોલીસની સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયા ઉપર પણ વોચ વધારવામાં આવી છે.