વડોદરા : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારની ટક્કરે દીપડાનું મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદડ ગામ નજીક વહેલી સવારે હાઈવે પર તેજ ગતિએ આવી રહેલી કારની અડફેટે દીપડો આવી જતા દીપડાનું મોત નિપજતા વનવિભાગે તપાસ હાથ ધરી

New Update
  • દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો અકસ્માત

  • રસ્તો ઓળંગતા દીપડાને નડ્યો અકસ્માત 

  • પાદરા નજીક કારની અડફેટે દીપડાનું મોત

  • તેજ ગતિએ દોડતી કારે દીપડાને મારી ટક્કર

  • વન  વિભાગ દ્વારા કરવામાં આવી કાર્યવાહી 

વડોદરા જિલ્લાના પાદરામાંથી પસાર થતા દિલ્લીમુંબઈ એક્સપ્રેસ હાઈવે પર આજે વહેલી સવારે એક દુર્ઘટના સર્જાય હતી. સુરત તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારની અડફેટે એક દીપડો આવી જતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.

વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના સાદડ ગામ નજીક વહેલી સવારે હાઈવે પર તેજ ગતિએ દોડી રહેલી કારની અડફેટે દીપડો આવી ગયો હતો.સર્જાયેલા અકસ્માતમાં દીપડાને ગંભીર ઈજા પહોંચી હતી,અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. અકસ્માત બાદ કાર ચાલક દ્વારા વાહન થંભાવવામાં આવ્યું હતુંજ્યારે અન્ય વાહનચાલકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકોએ પ્રાણી જીવરક્ષક સંસ્થાને સંપર્ક કર્યો હતો. સંસ્થાના કાર્યકરો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા,અને પાદરા વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને કાર્યવાહી શરૂ કરી હતી.

Latest Stories