ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતીને પાસાની કાર્યવાહી હેઠળ વડોદરા લવાયો, સેન્ટ્રલ જેલ બહાર સમર્થકોના ટોળા.

જુનાગઢમાં વ્યસનમુક્તિના કાર્યક્રમમાં સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપી લોકોમાં ફેલાવેલી દહેશતના આધારે કાર્યવાહી હાથ ધરી ધરપકડને અનુલક્ષી તેમજ મોડાસાના ત્રીજા કેસમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા.

New Update
ભડકાઉ ભાષણ આપનાર મૌલાના મુફતીને પાસાની કાર્યવાહી હેઠળ વડોદરા લવાયો, સેન્ટ્રલ જેલ બહાર સમર્થકોના ટોળા.

જુનાગઢમાં વ્યસનમુક્તિના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મુદ્દે ગુજરાત ATSએ મૌલાના મુફતી સલમાન અઝહરી સામે પાસાની કાર્યવાહી બાદ તેને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમદાવાદની સાબરમતી જેલમાંથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યો હતો.

જુનાગઢમાં વ્યસનમુક્તિના કાર્યક્રમમાં સભા દરમિયાન ભડકાઉ ભાષણ આપી લોકોમાં ફેલાવેલી દહેશતના આધારે કાર્યવાહી હાથ ધરી ધરપકડને અનુલક્ષી તેમજ મોડાસાના ત્રીજા કેસમાં મૌલાના સલમાન અઝહરીને કોર્ટે શરતી જામીન આપ્યા હતા. પાસપોર્ટ જમા, હાજરી તેમજ નામદાર કોર્ટની પરવાનગી વગર દેશ ન છોડવાની તેમજ જાહેરમાં ફરીથી આવું ભાષણ નહીં કરવાના શરતી જામીન પર અમદાવાદ જેલમાંથી ગત સાંજે મૌલાનાને મુક્ત કરવામાં આવ્યો હતો. કોર્ટના આદશે બાદ મૌલાના સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થયા બાદ જુનાગઢના કલેક્ટર દ્વારા પાસાના ઓડરની બજવણી કરતા મૌલાનાને પાસા હેઠળ વડોદરા સેન્ટ્રલ જેલ હવાલે કરવામાં આવ્યો છે. ગુજરાત ATS દ્વારા મૌલાના મુફતી સલમાન અઝહરીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવ્યો હતો. જોકે, ATSની ટીમ મૌલાના મુફતી સલમાન અઝહરીને લઈને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી હતી, ત્યારે જેલ બહાર મોટી સંખ્યામાં મૌલાનાના સમર્થકો એકત્ર થયા હતા. જેને પગલે વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

Latest Stories