ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને રિસર્ચ વિભાગના રાષ્ટ્રીય ચેરમેને લીધી વડોદરાની મુલાકાત...

ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ તબરેઝ અન્સારી અને રિસર્ચ વિભાગના રાષ્ટ્રીય ચેરમેન વિકાસ યાદવ વડોદરાની મુલાકાતે આવ્યા હતા,

New Update
ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને રિસર્ચ વિભાગના રાષ્ટ્રીય ચેરમેને લીધી વડોદરાની મુલાકાત...

ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ તબરેઝ અન્સારી અને રિસર્ચ વિભાગના રાષ્ટ્રીય ચેરમેન વિકાસ યાદવ વડોદરાની મુલાકાતે આવ્યા હતા, જ્યાં તેઓએ બેઠક યોજી ઈલેક્ટોરલ બોન્ડને એક મોટું કૌભાંડ ગણાવ્યું હતું.

લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા રિસર્ચ વિભાગની ટીમને કામે લગાવી દેવામાં આવી છે. જેઓનું કામ વિવિધ લોકસભા બેઠકના ડેટા મેળવી સ્થાનિક મુદ્દાઓ શોધી ઉમેદવારને મદદ કરવાનું છે. ભારતીય યુવા કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ તબરેઝ અન્સારી અને રિસર્ચ વિભાગના રાષ્ટ્રીય ચેરમેન વિકાસ યાદવ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. રાષ્ટ્રીય સચિવ વિકાસ યાદવે વિવિધ મુદ્દાઓને લઈને ભાજપ ઉપર નિશાન સાધતા જણાવ્યું હતું કે, સરકારની અગ્નિવીર યોજના યુવાનો માટે અસરકારક નથી. જે યોજના રદ થવી જોઈએ. વધુમાં તેઓએ ઈલેક્ટોરલ બોન્ડ અંગે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે આવકાર્ય છે. રાહુલ ગાંધીએ કેટલાય સમય પહેલા જણાવ્યું હતું કે, આ એક મોટું કૌભાંડ છે, જ્યારે બોન્ડનો ડેટા સામે આવશે ત્યારે કયા કોર્પોરેટ સેક્ટરે ભાજપને કેટલા પૈસા આપ્યા છે, અને બદલામાં ભાજપે તેઓને શું આપ્યું છે, તે લોકો સમક્ષ આવી જશે.

Latest Stories