વડોદરા : હરણી બોટકાંડ દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું, સંતાનો ગુમાવનારા પરિવારો આજે પણ જોઈ રહ્યા છે ન્યાયની રાહ

18 જાન્યુઆરી-2024ની નમતી બપોરે હરણી તળાવમાં પ્રવાશે નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસુમ બાળકોની સવાર બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને 2 શિક્ષકાઓ મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી

New Update
  • સમગ્ર રાજ્યને હચમચાવી મુકનાર હરણી બોટકાંડ

  • હરણી બોટકાંડને આજે એક વર્ષ થઈ ગયું છે પૂર્ણ

  • સંતાનો ગુમાવનારા પરિવારોનું દર્દ છલકાતું રહ્યું

  • સનરાઇઝ સ્કૂલ નજીક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

  • મૃતકોની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના કરાય

તા. 18 જાન્યુઆરી-2024ના રોજ વડોદરા શહેરના હરણી તળાવમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાને આજે એક વર્ષ વિતી ચૂક્યું છેત્યારે આ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા બાળકોને ગુમાવનાર પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે.

તા. 18 જાન્યુઆરી-2024ની નમતી બપોરે હરણી તળાવમાં પ્રવાશે નીકળેલા ન્યૂ સનરાઇઝ સ્કૂલના માસુમ બાળકોની સવાર બોટ ડૂબી ગઇ હતી. ગણતરીની મિનિટોમાં 12 બાળક અને 2 શિક્ષકાઓ મળી 14 જિંદગી ભૂતકાળ બની હતી. સમગ્ર રાજ્યને હચમચાવી મુકનારી આ ઘટનાને આજે એક વર્ષ થઇ ગયું છે. આજે પણ મૃતકોના પરિવારજનો આ ઘટનાને યાદ કરતાં ધ્રુજી જાય છે.

આજે પરિવારજનો દ્વારા ન્યૂ સનરાઇઝ સ્કૂલ સામેના ગ્રાઉન્ડમાં શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુંજ્યાં મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ 5 મિનિટ મૌન પાળી 14 મૃતકોની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

બોટકાંડમાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષકોની વાર્ષિક પુણ્યતિથિના ઉપલક્ષપીડિત પરિવારને ન્યાય આપવાની માંગ અને ભ્રષ્ટાચારી દોષિતોને જેલ ભેગા કરવાની માંગ સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા હરણી તળાવથી માર્કેટ ચાર રસ્તા સુધી પદયાત્રા યોજવામાં આવી હતી.તો બીજી તરફ, શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.