સાઈબાબાની વિશાળ પ્રતિમા સાથે વડોદરાથી શિરડી જવા પદયાત્રા સંઘ રવાના થયો...

સાંઈ સેવા સમિતિ દ્વારા દિવાળી પર્વના ભાઈબીજ નિમિત્તે સાઈબાબાની વિશાળ પ્રતિમા સાથે શિરડી ખાતે પદયાત્રા સંઘ રવાના થયો હતો.

સાઈબાબાની વિશાળ પ્રતિમા સાથે વડોદરાથી શિરડી જવા પદયાત્રા સંઘ રવાના થયો...
New Update

વડોદરા શહેરના સાંઈ સેવા સમિતિ દ્વારા દિવાળી પર્વના ભાઈબીજ નિમિત્તે સાઈબાબાની વિશાળ પ્રતિમા સાથે શિરડી ખાતે પદયાત્રા સંઘ રવાના થયો હતો.

વડોદરા શહેરના કાકા સાહેબ ટેકરા ખાતે આવેલ સાંઈ સેવા સમિતિ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વના ભાઈબીજના દિવસે સાઈબાબાની વિશાળ પ્રતિમા સાથે શિરડી ખાતે પદયાત્રા સંઘ રવાના થયો હતો. જેમાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો જોડાયા હતા. શિરડી પદયાત્રા સંઘ વિવિધ વિસ્તારોમાં ફરી મહા આરતી થયા બાદ સાઈબાબાની વિશાળ પ્રતિમા સાથે શિરડી જવા માટે પ્રસ્થાન કરવામાં આવ્યો હતો. જેમાં તમામ સાઇ ભક્તો દ્વારા વિશાળ પ્રતિમાને ખેંચીને શિરડી લઈ જવામાં આવશે. જોકે, સાઈ સંઘને વધુ પ્રોત્સાહન મળે તેવા હેતુ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યુ હતું.

#CGNews #India #Vadodara #Shirdi Sai Baba #Shirdi #Padayatra Sangh #statue of Saibaba
Here are a few more articles:
Read the Next Article