Connect Gujarat
વડોદરા 

પંચમહાલ : PM મોદીના આગમન પૂર્વે મહત્વનો નિર્ણય, જુઓ કેટલા દિવસ પાવાગઢ મંદિર ભક્તો માટે રહેશે બંધ..!

પાવાગઢ ખાતે PM મોદી કરશે મહાકાળી માતાના દર્શન દર્શન બાદ વિરાસત વનની પણ PM મોદી લેશે મુલાકાત શ્રદ્ધાળુઓ માટે 3 દિવસ મંદિરના દ્વાર બંધ રાખવા નિર્ણય

X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવવાના છે, ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પીએમ મોદીના આગમનને લઈને મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તા. 16મી જૂનના રોજ સવારે 9 કલાકે પીએમ મોદીનો હવાઈ કાફલો વડા તળાવ હેલિપેડ પર આવશે.

વડા તળાવથી પીએમ મોદી માચી સુધી બાય રોડ પહોચશે. પાવાગઢ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ રોપ-વે દ્વારા પીએમ મોદી મંદિરે પહોચી દર્શન કરશે. મંદિર ટ્રસ્ટ દ્વારા પૂજા-અર્ચના બાદ પીએમ મોદીના હસ્તે ભવ્ય ધ્વજારોહણ કરવામાં આવશે. પાવાગઢ ખાતે પીએમ મોદીના આગમનને લઈને રાજ્યના મંત્રી મંડળ સહિત સંતો-મહંતો અને મહાનુભવો ઉપસ્થિત રહેશે. તો બીજી તરફ તા. 16 જૂન બપોરના 3 કલાકથી તા. 18 જૂન બપોરના ૩ કલાક સુધી ભક્તો માટે મંદિરના દ્વારા બંધ રાખવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે.

Next Story