પીએમ મોદી સામાન્ય માણસ તરીકે માતાને મળ્યા, ચરણવંદના કરી આશીર્વાદ લીધા

પીએમ મોદીના માતા હીરાબાનો 100મા વર્ષમાં પ્રવેશ થયો છે. આ પ્રસંગે પીએમ મોદી સવારે 6:30 વાગ્યે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા

પીએમ મોદી સામાન્ય માણસ તરીકે માતાને મળ્યા, ચરણવંદના કરી આશીર્વાદ લીધા
New Update

પીએમ મોદી બે દિવસની ગુજરાત મુલાકાત આવ્યા છે. શનિવારે સવારે તેમણે દિવસની શરૂઆત માતાના આશીર્વાદ સાથે કરી હતી. પીએમ મોદીના માતા હીરાબાનો 100મા વર્ષમાં પ્રવેશ થયો છે. આ પ્રસંગે પીએમ મોદી સવારે 6:30 વાગ્યે તેમના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. અહીં પીએમ મોદીએ ખાસ પૂજા કરી હતી. આ ઉપરાંત માતાના ચરણો ધોઈને પાણી માથે ચઢાવ્યું હતું.


જે બાદમાં સોસાયટીમાં પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. પીએમ મોદી આશરે અડધો કલાક સુધી રોકાયા હતા. આ દરમિયાન તેમણે પોતાના માતા શાલ અર્પણ કરી હતી. જે બાદમાં પીએમ મોદી પાવાગઢ જવા માટે રવાના થયા હતા. પીએમ મોદીએ આશરે અડધો કલાક માતાના નિવાસસ્થાને વિતાવ્યો હતો. પીએમ મોદીએ અહીં પૂજા કરી હતી. તસવીરમાં પીએમ મોદીના માતા સાથે હળવીપળોમાં જોઈ શકાય છે. આ ઉપરાંત પીએમ મોદીએ માતાના નિવાસસ્થાન ખાતે ખાસ પૂજા પણ કરી હતી. પીએમ મોદીની મુલાકાત બાદ સોસાયટીમાં પ્રસાદ પણ વહેંચવામાં આવ્યો હતો. માતાના આશીર્વાદ લીધા બાદ પીએમ મોદી હેલિકોપ્ટર ખાતે પાવાગઢ જવા માટે રવાના થયા હતા. અહીં તેઓ વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.

#Gujarat #mother #PM Modi #common man #Charanvandana
Here are a few more articles:
Read the Next Article