વડોદરા : ખાનગી હોસ્પિટલમાં નર્સ સાથે દુષ્કર્મ આચરનાર સહકર્મીની પોલીસે કરી ધરપકડ...

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણના દિવસે કોઈ સ્ટાફ ન હતો. જેનો લાભ લઇ નર્સ ઉપર યુવાને દુષ્કર્મ આચર્યું

New Update
  •  ગોરવા વિસ્તારની ખાનગી હોસ્પિટલની ચકચારી ઘટના

  • વાસી ઉતરાયણના દિવસે નર્સ સાથે બની દુષ્કર્મની ઘટના

  • હોસ્પિટલના જ સહકર્મચારીએ નર્સ સાથે આચર્યું હતું દુષ્કર્મ

  • દુષ્કર્મ બાદ નર્સને આપી હતી બદનામ કરવા ધાક ધમકી

  • પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી 

Advertisment

વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં વાસી ઉતરાયણના દિવસે નર્સ ઉપર હોસ્પિટલના જ સહકર્મચારીએ દુષ્કર્મ આચર્યું હતુંત્યારે ગોરવા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલી એક ખાનગી હોસ્પિટલમાં વાસી ઉત્તરાયણના દિવસે કોઈ સ્ટાફ ન હતો. જેનો લાભ લઇ નર્સ ઉપર યુવાને દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે DCP જુલી કોઠીયાએ જણાવ્યું હતું કેઆરોપી અશરફ ચાવડા શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલના ચોથા માળે આવેલા રેડિયોલોજી વિભાગમાં ટેક્નિશિયન છે.

તે મૂળ કોડીનારનો રહેવાસી છેઅને છેલ્લા 10 વર્ષથી હોસ્પિટલમાં જ ફરજ બજાવે છે. 28 વર્ષીય આરોપી અશરફ ચાવડા પરિણીત છે. વાસી ઉત્તરાયણના દિવસે સાંજે નર્સ રિસેપ્શન પર બેઠી હતી. તે સમયે અશરફ ત્યાં આવ્યો હતોઅને નર્સને ઉંચકીને ત્રીજા માળે લઈ ગયો હતો. ત્રીજા માળે ઓપરેશન થિયેટર પહેલા આવેલા રૂમમાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

અશરફે યુવતીને ધમકી આપતા કહ્યું હતું કેજો તેણે આ બનાવ વિશે કોઈને જાણ કરી તોતે યુવતીના રિલેશન વિશે તેના માતા-પિતાને જાણ કરી દેશે. અશરફની ધમકીના પગલે યુવતી થોડા સમય માટે હેબતાઈ ગઈ હતી. જોકેત્યારબાદ તેને હિંમત બતાવી અભયમની મદદ લીધી હતી. નર્સે અભયમની પાસે મદદ માંગતા ગોરવા પોલીસનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતોજ્યાં ઉચ્ચ અધિકારીઓએ પણ નર્સ સાથે વાતચીત કરતાં તેણીએ હોસ્પિટલમાં જ નોકરી કરતા અશરફ ચાવડાએ તેની સાથે દુષ્કર્મ કર્યું હોવાની ફેફીયત રજૂ કરી હતી.

તો બીજી તરફઅભયમની ટીમ હોસ્પિટલ ખાતે પહોંચતા જ મોટી સંખ્યામાં લોકટોળા થર્ડ ફ્લોર પર દોડી ગયા હતા. યુવતીનું નિવેદન અને બનાવની ગંભીરતાને જોઈ પોલીસ પણ સતર્ક બની હતીઅને યુવતીને લઇ ગોરવા પોલીસ મથકે પહોંચી હતીજ્યાં નર્સ યુવતીના નિવેદનના આધારે અશરફ ચાવડા વિરુદ્ધ એટ્રોસિટી અને દુષ્કર્મનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Latest Stories