વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

New Update

 

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો જેને પગલે વિદ્યાર્થી આગેવાનોએ બીબીએ ફેકલ્ટી ખાતે મોરચો માંડ્યો હતો

વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના પ્રશ્ને વધુ એક વખત વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. બીબીએમાં લેવાયેલી પરીક્ષા ના પરિણામો જાહેર કરવામાં નહીં આવતા એનએસયુઆઈ ના પ્રમુખ અમર વાઘેલાની આગેવાની હેઠળ વિદ્યાર્થી આગેવાનોએ બીબીએ ફેકલ્ટી ખાતે મોરચો માંડ્યો હતો. આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો બંદોબસ્તમાં ખડકાઈ ગયો હતો. તેવામાં વિદ્યાર્થીઓએ ઉગ્ર સુત્રોચાર કરતા પોલીસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈના પ્રમુખ સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કેવિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા બાદ તેમના માર્કસ ડિક્લેર કરવામાં આવ્યા નથી. યુનિવર્સિટીના સત્તાધીશો ભ્રષ્ટાચાર કરે છે અને પૈસાના તોલે એડમિશન આપી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક ગફલતો કરવામાં આવી રહી છે અને પૈસાનો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. NSUIની એક જ માંગ છે કેવિદ્યાર્થીઓના માર્કસ ડિક્લેર કરવામાં આવે.

#વડોદરા #Virodh #એનએસયુઆઈ #વિદ્યાર્થી સંગઠન #મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી
Here are a few more articles:
Read the Next Article