/connect-gujarat/media/post_banners/9d3d9a40863518c850e4fc6360e0f4bda61024df24d019cc1a156095518be7d0.webp)
વડોદરા શહેરના ટ્રાફિકથી ધમધમતા કાલાઘોડા સર્કલમાં જ કોઈ અજાણી વ્યક્તિ મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની ખંડિત પ્રતિમા રઝળતી હાલતમાં મળી આવી છે. જેને પગલે શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
વડોદરાનો જેમના શાસનકાળમાં સૌથી વધુ વિકાસ થયો અને અંગ્રેજ હકુમતમાં પણ પ્રજા માટે સુવર્ણકાળ હતો. તેવા વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડની ખંડિત પ્રતિમાને કોઈ અજાણ્યો વ્યક્તિ કાલાઘોડા સર્કલમાં જ મુકી જતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ પ્રતિમા મૂળ ક્યાં હતી અને કેવી રીતે ખંડિત થઇ તેમજ કોણ કાલાઘોડા સર્કલ ખાતે જ મુકી ગયું તે અંગે ચર્ચાઓ જાગી છે. ઘટના અંગે સમાજીક કાર્યકર અતુલ ગામેચીનું ધ્યાન જતાં તેઓ કાલાઘોડા સર્કલ ખાતે દોડી આવ્યા હતા.
અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, સર સયાજીરાવ ગાયકવાડે અનેક ઐતિહાસિક ઇમારતો, કમાટીબાગ અને આજવા સરોવર આપ્યું છે, તેવા મહારાજાની મૂર્તિને ખંડિત અવાસ્થામાં આવી રીતે મુકી જવાથી લોકોની લાગણી દુભાઈ છે.