" છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય " પંક્તિ ખોટી સાબિત થઇ, પ્રેમી સાથે લગ્ન કરવા પરણીતાએ દીકરાને પતાવી દીધો

પ્રેમી સાથે લગ્ન કરવાની જીદે ચડેલી પરણીતાએ પોતાના છ વર્ષના પુત્રને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારી લાશ રઝળતી મુકી દીધી

New Update

સાવલી તાલુકાના પસવા ગામે પ્રેમી સાથે લગ્ન કરવાની જીદે ચડેલી પરણીતાએ પોતાના છ વર્ષના પુત્રને ગળે ટુપો દઈ મોતને ઘાટ ઉતારી લાશ રઝળતી મુકી દઈ દીકરીને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ઘટના સામે આવી છે. બનાવ સંદર્ભે સાવલી પોલીસે પરિણીતા અને તેના પ્રેમી વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવી મુકી છે.

પતિ મુકેશભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે, વર્ષ 2015 દરમિયાન પંચમહાલના ઢીકવા ગામે રહેતા સુમિત્રા બારીયા સાથે સમાજના રીતિ-રિવાજ મુજબ મારા લગ્ન થયા હતા. લગ્ન જીવન દરમિયાન સંતાનમાં છ વર્ષનો પુત્ર પ્રિન્સ હતો. અને ત્રણ વર્ષની દીકરી છે. પ્રિન્સ પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતો હતો. એક વર્ષ અગાઉ મને જાણવા મળ્યું હતું કે, મારી પત્ની સુમિત્રાને પિયર તરફ વેજલપુર ખાતે રહેતા કિશન રાવળ સાથે પ્રેમ સંબંધ છે.

અને અવારનવાર પિયરમાં જતી રહી સાસરીમાં ધ્યાન આપતી ન હતી. ગત રવિવારે તેનો પ્રેમી ગામમાં મારી પત્નીને મળવા પહોંચતા ગામવાળાઓએ ઝડપી પાડયો હતો. અને પત્ની તથા કિશનને અનૈતિક સંબંધો રાખવા બાબતે ઠપકો આપ્યો હતો. દરમિયાન ગઈકાલે પુત્ર પ્રિન્સ મોતને ભેટ્યો હોવાના સમાચાર મળ્યા હતા. તેના ગળા ઉપર ઇજાના હતા. ભત્રીજાએ જણાવ્યું હતું કે કાકી એટલે કે સુમિત્રા પ્રિન્સને તેડી સાડી ઓઢાડી કેનાલ તરફ લઈ ગઈ હતી.

ઘર નજીક આવેલ કેનાલ ઉપર કેનાલ ક્રોસ કરવા માટે વીજ થાંભલા આડા મૂકી કામ ચલાઉ બ્રિજ બનાવ્યો છે. જેની ઉપરથી પ્રિન્સની લાશ મળી આવી હતી.અને મારી પત્ની પણ નજીકના ખેતરમાં હતી. પત્નીએ આ બાબતે જણાવ્યું હતું કે હજુ દીકરીને પણ મારી નાખીશ. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્ત્રી પુરુષોની સરખામણીમાં ઘણા લાગણીશીલ હોય છે. કોઈપણ સ્ત્રી હોઈ તેના લગ્ન થયા હોય કે ન થયા હોય પરંતુ તેનામાં વાત્સલ્યની ભાવના તો હોઈ જ છે. પરંતુ આ બનાવના કારણે " છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય " તે પંક્તિ ખોટી સાબિત થઇ છે.

#ConnectGujarat #Vadodara #Vadodara Crime News #Savli Vadodara #Pasva Village #Muder #Son Murder #Amdavad Hatya #Mother Killed Son #Crime Story In Vadodara
Here are a few more articles:
Read the Next Article