ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા 2 દિવસીય ડિસ્ટ્રીકટ શૂટિંગ કોમ્પિટિશનનો પ્રારંભ

ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા 17મી આર.એમ.હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રીકટ શૂટિંગ કોમ્પિટિશનનું માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા 2 દિવસીય ડિસ્ટ્રીકટ શૂટિંગ કોમ્પિટિશનનો પ્રારંભ
New Update

ધ રાઇફલ શૂટિંગ એસોસિએશન ઓફ વડોદરા દ્વારા 17મી આર.એમ.હલવાઈ મેમોરિયલ ડિસ્ટ્રીકટ શૂટિંગ કોમ્પિટિશનનું માંજલપુર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ શ્રેણીમાં 472 જેટલા શૂટર્સોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વડોદરા શહેરમાં રાયફલ ક્લબના સ્થાપક આર.એમ.હલવાઇ દ્વારા શરૂ કરવામાં આવેલી શૂટિંગ કોમ્પિટિશનમાં આજે 17મી શૂટિંગ કોમ્પિટિશન માંજલપુર વિસ્તારમાં આવેલા આઉટડોર સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે યોજાય હતી. તારીખ 25 અને 26 ફેબ્રુઆરી એમ 2 દિવસ સુધી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે શૂટિંગ સ્પર્ધામાં વડોદરા શહેર તથા જિલ્લા સહિત રાજ્યના 472 જેટલા શૂટર્સ દ્વારા ભાગ લેવામાં આવનાર છે, ત્યારે આ સ્પર્ધામાં 10 મીટર, 25 મીટર તેમજ 50 મીટર જેવી વિવિધ રેન્જમાં મેન-વીમેન્સ, જુનિયર મેન-જુનીયર વીમેન, યુથ કેટેગરી સહિત 107 જેટલી કેટેગરીમાં આ શૂટિંગ સ્પર્ધા યોજવામાં આવશે, ત્યારે રાજ્યભરમાંથી આવેલા તમામ શૂટર્સોએ આ સ્પર્ધાની વિવિધ શ્રેણીમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #launched #Vadodara #Rifle Shooting Association #Shooting Competition
Here are a few more articles:
Read the Next Article