Connect Gujarat
વડોદરા 

MSU ના કોન્વોકેશનમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે

MSU ના કોન્વોકેશનમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવશે
X

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર લાપતા થયા (ખોવાયા) છે, તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા. પોસ્ટરો લાગતા જ યુનિ.ના રાજકીય માહોલ ગરમાયો હતો. આ જોતા આજે મળનારી સિન્ડીકેટની બેઠક તોફાની બને તેવી પૂરેપુરી શક્યતાઓ સેવાઇ રહી છે. જે સાંજે સાચી પડી હતી. યુનિવર્સીટીના તમામ પ્રશ્ને બેઠકમાં તડાફડી મચી ગઇ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 18 માર્ચના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કોનવોકેશનમાં આવશે.

વડોદરાની એમ.એસ.યુનિ.માં વાઇસ ચાન્સેલર પોતાની મનમાની કરવા માટે જાણીતા છે. તેઓ એ હદે મનમાની ચલાવે છે કે, સિન્ડીકેટ મેમ્બરો દ્વારા રજૂ કરવામાં આવતી વિદ્યાર્થીના હિતની વાતો પણ સાઇડ પર મુકાઇ જાય છે. ત્યારે તાજેતરમાં સિન્ડીકેટ મેમ્બરોએ બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. છતાં પણ તેમના વર્તનમાં કોઇ સુધારો જણાયો નથી. આજે યુનિ.માં સિન્ડીકેટની બેઠક મળવા જઇ રહી છે, તે પહેલા યુનિ કેમ્પસમાં ઠેર ઠેર એમ.એસ.યુ વીસી ખોવાયા છે, તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. પોસ્ટરો લાગવાને કારણે યુનિ. રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જે બાદ યુનિ.ની સિન્ડીકેટની મીટિંગ પહેલા વીસી પ્રગટ થયા હતા. અને મીડિયા સાથે જણાવ્યું કે, હુ તો અહીં જ બેઠો છુ. જમવા માટે ગયો હતો. સિન્ડીકેટની દરેક બેઠકમાં પણ હુ હાજર રહ્યુ છુ. છેલ્લે જે આરોપ મારા પર લાગ્યો હતો. તે બેઠકમાં પણ હું હાજર રહ્યો હતો.વિદ્યાર્થીઓની માંગણીઓ સ્વીકારી છે. પત્ર પણ લીધો છે ત્યારે માંગ પૂરી કરવામાં થોડો સમય તો લાગે.

પોસ્ટરમાં વીસીનો ફોટો લગાડવામાં આવ્યો છે. જેમાં વીસી લાપતા થયા હોવાનો ઉલ્લેખ છે. આ સાથે પોસ્ટર પર વીસીનો ફોટો મુકવામાં આવ્યો છે. અને તેમને પ્રશ્નો પુછતા લખવામાં આવ્યું છે કે, પદવીદાન સમારોહની તારીખ જણાવવાનો કષ્ટ કરો, ગત વર્ષના ફોલ્ડર અને સ્કાર્ફ આપવાનો કષ્ટ કરો, અને 30 હજાર વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડવાનો કષ્ટ કરો. આ પોસ્ટર મહારાજા સયાજીરાવ દ્વારા શિક્ષાના ઉદ્દેશ્યથી દાનમાં આપવામાં આવેલી યુનિ.ના વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે.

Next Story