/connect-gujarat/media/post_banners/d7121723d97faf8eaa4b9a9a5b8e9868fa0c4caf71f0a37303638b039514a558.jpg)
વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અભિયાન વધુ તેજ થયું
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ બન્યા વડોદરાના મહેમાન
ભાજપનો "વ્યવસાયિકો સાથે સંવાદ" કાર્યક્રમ યોજાયો
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે. આવા ટાણે કેન્દ્રીય મંત્રીઓ પણ ગુજરાત આવી રહ્યા છે, ત્યારે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ વડોદરાના મહેમાન બન્યા હતા. શહેરના રેસકોર્સ વિસ્તારમાં ભાજપના "વ્યવસાયિકો સાથે સંવાદ" કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે હાજરી આપી વ્યવસાયિકોને સંબોધન કર્યું હતું. તો બીજી તરફ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપમાંથી 6 પૂર્વ મેયર અને 10 સીટિંગ કોર્પોરેટરે ટિકિટ માંગી છે. આ સાથે ચાલુ ટર્મના શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ અને મેયર કેયુર રોકડિયાએ પણ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. પૂર્વ મેયરમાં 2 મહિલા મેયરે ટિકિટ માગી છે, જ્યારે 4થી વધુ પૂર્વ કોર્પોરેટરે પણ દાવેદારી નોંધાવી છે.