Connect Gujarat
વડોદરા 

વડોદરા: બોટ દુર્ઘટનામાં 13 બાળકો સહિત 2 શિક્ષકોના મોત

વડોદરા: બોટ દુર્ઘટનામાં 13 બાળકો સહિત 2 શિક્ષકોના મોત
X

દેશનો રામમય માહોલ ગમગીન બન્યો છે. ગુજરાતના વડોદરામાં બનેલી મોટી બોટ દુર્ઘટનામાં અત્યાર સુધી 12થી વધુ બાળકોના મોત થયાં છે. મોતનો આંકડો વધી શકે છે કારણ કે બોટમાં 23 બાળકો સવાર હતા, જેઓ પિકનીક પર આવ્યાં હતા. બોટ ટ્રેજેડીનો ભોગ બનેલા બાળકો અને બચી ગયેલા બધા વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના સ્ટૂડન્ટ હતા. બે મોટી ભૂલોને કારણે બોટ ટ્રેજેડી સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. પહેલી વાત એ કે લાઈફ જેકેટ વગર બાળકોને બોટમાં બેસાડાયા હતા અને બીજું એ કે ખમી શકે તેના કરતાં પણ વધારે બાળકોને બોટમાં ઠાંસવામાં આવ્યાં હતા.

વડોદરાની ન્યૂ સનરાઈઝ સ્કૂલના 23થી વધુ બાળકો શિક્ષકો સાથે મોટનાથ તળાવમાં પિકનીક પર આવ્યાં હતા પરંતુ બોટમાં ક્ષમતા કરતા વધારે બાળકોને બેસાડાયા હતા અને તેને કારણે તળાવના રાઉન્ડ વખતે બેલેન્સ ખોરવાતાં બોટ ઊંધી થઈ ગઈ હતી જેમાં 23 વિદ્યાર્થીઓ અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા જોકે તાબડતોબ શરુ કરાયેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 10 બાળકો અને 2 ટીચરને બચાવી લેવાયા હતા જ્યારે 13 વિદ્યાર્થી અને 2 શિક્ષકોના મોત થયાં હતા.

Next Story