વડોદરા : 17 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો ઈ-મેઈલ મળતા દોડધામ, બોમ્બ-ડોગ સ્ક્વોડ દ્વારા સઘન ચેકિંગ...

ગુજરાતની 32 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે......

New Update
  • શહેર અને જિલ્લાની અંદાજે 17 જેટલી શાળાઓને મળી ધમકી

  • ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ

  • પોલીસ દ્વારા અત્યંત ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી

  • સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું

  • તકેદારીના ભાગરૂપે શાળાઓને તાત્કાલિક અસરથી ખાલી કરાય 

વડોદરા શહેર અને જિલ્લાની અંદાજે 17 જેટલી શાળાઓને ઈ-મેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દ્વારા અત્યંત ગંભીરતાથી તપાસ શરૂ કરવામાં આવી હતી. 

ગુજરાતની 32 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેમાં વડોદરાની 17 અને અમદાવાદની 15 સ્કૂલને બોમ્બની ધમકી ભર્યો મેઈલ મળ્યો છે. મેઈલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. વધુમાં લખ્યું છે કેગુજરાત ખાલિસ્તાન બનશેહિન્દુસ્તાનના ટુકડા થશે. બોમ્બની ધમકી મળતા જ તમામ સ્કૂલમાં અફરાતફરીનો માહોલ સર્જાવા સાથે વાલીઓમાં પણ દોડધામ મચી હતી.

વડોદરા શહેર અને જિલ્લાની અંદાજે 17 જેટલી શાળાઓને ઈમેઈલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હોવાના સમાચાર પ્રાપ્ત થતાં આ બાબતને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી છે. સ્કૂલોમાં બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. તાત્કાલિક ફાયર અને પોલીસની ટીમ સ્કૂલો પર પહોંચી હતી. તમામ સ્કૂલોને ખાલી કરી વાહનો અને સ્કૂલ કેમ્પસમાં તપાસ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓનું હિત તેમની સલામતી અને તકેદારીના ભાગરૂપે શાળાઓને તાત્કાલિક અસરથી ખાલી કરી દેવામાં આવી છે.

વડોદરા શહેર તથા જિલ્લાની દરેક અસરગ્રસ્ત શાળાઓમાં ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરાયું છે. જે જે શાળાઓને આવા ધમકીભર્યા મેઈલ મળ્યા છેતે તમામને નમ્ર અપીલ છે કેતેઓ નિયમો અને સુરક્ષા પ્રોટોકોલ અનુસાર જરૂરી પગલાં ભરે. તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ છે અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે જણાવ્યું હતું કેસ્કૂલોમાંથી શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઘરે મોકલી દેવાયા છે. 9 જગ્યાએ તપાસ પૂર્ણ થઈ છે અને બાકી જગ્યાઓ પર તપાસ ચાલુ છે. સાઈબર ક્રાઈમ પોલીસ સ્ટેશમમાં એક કેસ દાખલ કરેલો છે. આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. અમે પ્રયાસ કરીએ છીએ કે ઈમેઈલનો સોર્સમોકલનારનું આઈડી એડ્રેસની તપાસ કરી રહ્યા છીએ.

Latest Stories