Connect Gujarat
વડોદરા 

વડોદરા : 17 વર્ષીય વિદ્યાર્થિનીએ ફ્રાન્સમાં વર્લ્ડ સ્કૂલ ગેમમાં 2 સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યા,જુઓ કેવી રીતે વધાર્યું ગુજરાતનું ગૌરવ

વડોદરા શહેરની 17 વર્ષીય દોડવીરે ફ્રાન્સમાં ઝંડો ગાળ્યો વર્લ્ડ સ્કૂલ ગેમમાં 2 સિલ્વર મેડલ ફ્રાન્સમાં પ્રાપ્ત કર્યા વરસાદમાં 800 અને 1500 મીટરની દોડમાં મેડલ જીતી

X

વડોદરા શહેરની 17 વર્ષીય લક્ષીતાએ ભારતનું નામ રોશન કર્યું છે અને આ વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે. વર્લ્ડ સ્કૂલ ગેમમાં 2 સિલ્વર મેડલ ફ્રાન્સમાં પ્રાપ્ત કર્યા. લક્ષિતા સાન્દિલ ચાલુ વરસાદમાં 800 મીટર અને 1500 મીટરની દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું.

વડોદરા શહેરની 17 વર્ષીય લક્ષીતા સાન્દિલ છેલ્લા 4 વર્ષથી દોડની રમત સાથે જોડાયેલ છે. લક્ષીતા એ છેલ્લા ચાર વર્ષમાં ઘણી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. નાની વયે એક ખૂબ જ કુશળ દોડવીર સાબિત થઈ છે. ભણવાની સાથે સાથે તેણી દિવસના 8 કલાક તાલીમ મેળવી રહી છે. લક્ષીતાએ જુનિયર નેશનલ ચેમ્પિયનશીપ, સ્કૂલ નેશનલ ચેમ્પિયનશીપ, ખેલો ઇન્ડિયા રમી ચુકી છે. અને આ દરેક ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. અને આ વર્ષે વર્લ્ડ સ્કૂલ ગેમમાં 2 સિલ્વર મેડલ ફ્રાન્સમાં પ્રાપ્ત કર્યા છે જેમાં લક્ષિતા સાન્દિલે ચાલુ વરસાદમાં 800 મીટર અને 1500 મીટરની દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું.

લક્ષીતા રંધાવા સ્પોર્ટ્સ એકેડમીના કોચ રિપન્નદીપસિંગ રંધાવાના સાનિધ્યમાં તાલીમ મેળવી રહી છે.આ એક જ દોડવીરે 14 થી 22 મેમાં ફ્રાન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને આ વડોદરા માટે ખૂબ જ ગૌરવની વાત છે. લક્ષિતાના પિતા વિનોદ સાન્દિલ અને કોચ રંધાવા સાથે રેલવે સ્ટેશને પહોંચતાં 100થી વધુ ખેલપ્રેમીએ સ્વાગત કરી ભારત માતાકી જયના નારાથી સ્ટેશન ગુંજવી મૂક્યું હતું.

Next Story