Connect Gujarat
વડોદરા 

વડોદરા : ભેખડ ધસી પડતાં 4 શ્રમિકો માટી નીચે દબાયા, 1 શ્રમિકનું મોત, 3 શ્રમિકો સારવાર હેઠળ...

શહેરના ચકલી સર્કલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર ભેજયુક્ત ભેખડ ધસી પડતાં કામ કરી રહેલા 4 શ્રમિકો માટી નીચે દબાયા હતા

X

વડોદરા શહેરના ચકલી સર્કલ નજીક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર ભેજયુક્ત ભેખડ ધસી પડતાં કામ કરી રહેલા 4 શ્રમિકો માટી નીચે દબાયા હતા. બનાવન પગલે સ્થળ પર દોડી આવેલ ફાયર ફાઇટરોએ શ્રમિકોને બહાર કાઢવા રેસક્યું હાથ ધર્યું હતું. જેમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 શ્રમિકની હાલત ગંભીર જણાતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ચકલી સર્કલથી નટુભાઇ સર્કલ તરફ જવાના માર્ગ પર એક બિલ્ડિંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર ફાઉન્ડેશનમાં સેન્ટરીંગની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન ફાઉન્ડેશન માટે ખોદવામાં આવેલા ખાડામાં ઉતરી કેતાલ શ્રમિકો કામ કરી રહ્યા હતા. આ જ સમયે ભેજયુક્ત ભેખડ અચાનક ઘસી પડતાં 4 જેટલા શ્રમિકો માટી નીચે દબાયા હતા. ભેખડ ધસતાની સાથે જ આસપાસમાં કામ કરી રહેલા અન્ય શ્રમિકો દોડી આવ્યા હતા. પરંતુ માટી નીચે દબાયેલ સાથી શ્રમિકોને બહાર કાઢવું શક્ય ન હોવાથી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. બનાવના પગલે દાંડિયા બજાર અને વડીવાડી સહિત 10 જેટલા લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ભેખડ નીચે દબાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે રેસક્યું હાથ ધરવામાં આવ્યું હતું. ભારે જહેમત સાથે ભેખડ નીચે દબાયેલા 4 પૈકી 3 શ્રમિકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જ્યારે દાહોદન લીમડી ગામના રહેવાસી 25 વર્ષીય શ્રમિક રમેશ પરમારનું માટી નીચે દબાય જતાં ગૂંગળામણના કારણે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવતા હતા. જોકે, સમગ્ર ઘટનાન CCTV ફૂટેજ પણ સામે આવતા પોલીસે અકસ્માતે એક શ્રમિકનું મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story