Connect Gujarat
વડોદરા 

વડોદરા : 8 વર્ષીય બાળક સૌથી નાની વયનો "લેખક" બન્યો, અંગ્રેજી ભાષામાં 100 પાનાની બુક...

છાણીમાં રહેતો બાળક બન્યો નાની વયનો લેખક બાળકે અંગ્રેજી ભાષામાં 100 પાનાની બુક લખી

X

વડોદરા શહેરના છાણી વિસ્તારમાં રહેતાં બાળકે અંગ્રેજી ભાષામાં 100 પાનાની બુક લખી છે. જોકે, જે વર્ષની ઉંમરમાં બાળકો શબ્દો વાંચતા શીખે છે, ત્યારે આ બાળક પુસ્તકો વાંચવાનું શરૂ કરી નાની વયે લેખક બન્યો છે.

વડોદરાના છાણી વિસ્તારમાં રહેતાં 8 વર્ષીય મીત ગુપ્તાએ અંગ્રેજી ભાષામાં 100 પાનાની બુક લખી છે. જેને "લિટલ ગ્રોન અપ્સ ઇન લાયન્સ ડેન" શીર્ષક આપ્યું છે. જેને લઈને તે શહેરનો નાની વયનો લેખક બન્યો છે. મીત ગુપ્તાની માતા ઝરના ગુપ્તાએ જણાવ્યુ હતું કે, મીત જ્યારે 2 વર્ષનો હતો, ત્યારથી જ હું તેને દરરોજ વિવિધ બાળ વાર્તાઓ તેમજ પશુ-પ્રાણીઓની વાર્તાઓ વાંચીને સંભળાવતી હતી. જેનાથી તેને વાંચનનો શોખ ઉદ્દભવ્યો હતો. જે વર્ષની ઉંમરમાં બાળકો શબ્દો વાંચતા શીખે છે, ત્યારથી મીતે પુસ્તકો વાંચવાનું શરૂ કર્યું હતું. લોકડાઉનમાં તેનો વાંચનનો શોખ વધુ ખીલ્યો હતો.

દરરોજની એક પુસ્તક વાંચી જતો મીત પુસ્તક લખવા માટે પ્રેરિત થયો હતો. લિટલ ગ્રોન અપ્સ ઇન લાયન્સ ડેન નામની બુકમાં તેણે 7 ચેપ્ટરમાં દીવના 5 છોકરાઓની વાત દ્વારા ગીરના જંગલોમાં સહેલાણીઓના મનોરંજન માટે રાત્રે અવૈદ્ય રીતે થતાં સિંહના નાઈટ શૉ, ત્યાંનું કલચર, રહેણીકરણી વગેરે બાબતોનો ઉલ્લેખ કર્યો છે. આ પુસ્તક લખતા તેને 6થી 8 મહિનાનો સમય લાગ્યો હતો. મીતને બાળ સાહિત્ય સહિત સામાન્ય જ્ઞાન, પૌરાણિક, ધાર્મિક તેમજ અન્ય વિદેશી લેખકોની પુસ્તકો વાંચવાનો પણ ઘણો જ શોખ છે.

Next Story