/connect-gujarat/media/post_banners/6780cbe4ba08beaf9d5376743d10369610331031c87080bcde1578876b435b36.jpg)
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાંથી 9 વર્ષીય બાળક ગુમ થયાને 3 દિવસ વીતી ગયા છે, ત્યારે પોલીસ કાર્યવાહી કરે અને ગુમ બાળક વહેલી તકે પરત મળે તેવી પરિવારની માંગ છે.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના મકરપુરા જીઆઇડીસી રોડ નજીક આવેલ મસ્જિદ મોહલ્લામાં પરિવાર સાથે રહેતો 9 વર્ષીય બાળક સાદ અઝમલ ગુમ થયો છે. જોકે, આ બાળકના ગુમ થયાને 3 દિવસ વીતી ગયા હોવા છતાં પણ માંજલપુર પોલીસ બાળકને શોધી શકી નથી. તો બીજી તરફ, શહેરની મોબાઇલની દુકાનમાં રહેલા સીસીટીવી ફૂટેજમાં બાળક એક અજાણ્યા શખ્સ સાથે જોવા મળ્યો છે. બાળકને લઈ જતો આ શખ્સ દુકાનમાંથી 500 રૂપિયાના છૂટા લેવા આવ્યો હતો. ત્યારબાદ આ શખ્સ બાળકને પટાવી ફોસલાવી પોતાની સાથે લઈ જાય છે. તો બીજી તરફ, આ મામલે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરી પોતાનું બાળક વહેલી તકે પરત મળે તેવી ગુમ બાળકના પરિવારની માંગ છે.