વડોદરા : હરણી-કેનાલ રોડ પરથી સાડા પાંચ ફૂટ લાંબા મગરનું જીવદયાપ્રેમીઓએ કર્યું રેસક્યું...

ભારે જહેમત સાથે અંદાજે સાડા પાંચ ફૂટ લાંબા મગરનું રેસ્કયું કરવામાં આવ્યું

વડોદરા : હરણી-કેનાલ રોડ પરથી સાડા પાંચ ફૂટ લાંબા મગરનું જીવદયાપ્રેમીઓએ કર્યું રેસક્યું...
New Update

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પર સાડા પાંચ ફૂટ લાંબા મગરનું જીવદયાપ્રેમીઓ દ્વારા રેસ્કયું કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર અને એની વચ્ચોવચથી નીકળતી વિશ્વામિત્રી નદી અને વિશ્વામિત્રીમાં પડ્યા-પાથર્યા રહેતા મગરો... આ વાત તો હવે સૌકોઈ જાણે છે, પરંતુ ચિંતાની વાત તો એ છે કે, હવે આ મગરો પાણીમાંથી બહાર આવવાના ઘણા કિસ્સા અગાઉ બની ગયા છે. તેવામાં ગત મોડી રાત્રે વડોદરાના હરણી વિસ્તારમાં આવેલ કેનાલ રોડ પર એક મગર નજરે ચઢ્યો હતો, ત્યારે મગર રોડ પર ધસી આવતા આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતાં જીવદયાપ્રેમી સંસ્થાના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં ભારે જહેમત સાથે અંદાજે સાડા પાંચ ફૂટ લાંબા મગરનું રેસ્કયું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ મગરને જીવદયાપ્રેમીઓ દ્વારા સલામત સ્થળે મુક્ત કરવામાં આવ્યો હતો.

#Vadodara #Gujarati News #Vadodara Samachar #હરણી-કેનાલ #જીવદયાપ્રેમી #Crocodiel Rescue #Crocodiel Rescue Vadodara #મગરનું રેસ્કયું
Here are a few more articles:
Read the Next Article