/connect-gujarat/media/post_banners/0daae3f9ff481ecca1345ead894737a94a3790f3197b7a90271ce43e2e7c62f9.jpg)
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલ આર્ટસ ફેકલ્ટીના મુખ્ય પ્રવેશ દ્વારા એવા જાણીતા ઘૂંબજના રિસ્ટોરેશનની કામગીરી ક્યારની બંધ છે. પરંતુ કન્ટ્રક્શનનો સામાન લાંબા સમયથી પડી રહેતા વિદ્યાર્થી જૂથ દ્વારા સાયકલ લારી ભરીને સામાન ડીન ઓફિસ બહાર ઠાલવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં કેટલાક વર્ષો પહેલા એશિયાના સૌથી જાણીતા ઘૂંબજના રિસ્ટોરેશનનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જે કામ હાલ બંધ છે. પરંતુ આ કામ અર્થે ઉપયોગમાં લેવાયેલા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનના સામાનને ત્યાંનો ત્યાં મુકી રાખવામાં આવ્યો છે. જેના કારણે વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં, વરસાદની સીઝનમાં આ સામાનમાં ભરાયેલા સરીશૃપો પણ બહાર નિકળે છે. જેથી વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ, આર્ટસ ફેકલ્ટીના યુવા શક્તિ ગ્રુપ દ્વારા બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનનો સામાન ડીન ઓફિસ બહાર ઠાલવી વિરોધ પ્રદર્શન કરી ડીન મેડમનું રાજીનામું માંગ્યું હતું.