New Update
વડોદરામાં કર્મચારીઓએ કાઢી રેલી
પગપાળા રેલીમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા
અધિક કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
ચોથા વર્ગના કર્મચારીઓ જોડાયા
કાયમી કરવા સહિતની માંગ
વડોદરા મહાનગરપાલિકાના એસ.સી /એસ.ટી કર્મચારી સંઘ વડોદરા તથા ચોથા વર્ગના કર્મચારીઓએ વિવિધ પ્રશ્ને રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું વડોદરા મહાનગરપાલિકા એસટીએસસી કર્મચારી સંઘના પ્રમુખ અશ્વિન સોલંકીની આગેવાની હેઠળ કર્મચારીઓ એકત્રિત થઈ આંબેડકર સર્કલથી મહારેલી યોજી હજારોની સંખ્યામાં કર્મચારીઓ પગપાળા રેલીમાં જોડાયા હતા.
નવી કલેકટર કચેરી ખાતે નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. કર્મચારીઓ સાથે મહાનગરપાલિકાને બચાવી, વડોદરા શહેરને બચાવવા વડોદરા મહાનગરપાલિકામાં કોન્ટ્રાક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન આપી રજૂઆત કરી હતી.
Latest Stories