વડોદરા: વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનનો એક પીલ્લર અચાનક નમી પડતા તંત્ર દોડતું થયું

વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો પીલ્લર અચાનક એક તરફ નમી પડતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા

New Update
વડોદરા: વિશ્વામિત્રી રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનનો એક પીલ્લર અચાનક નમી પડતા તંત્ર દોડતું થયું

બુલેટ ટ્રેનની પૂરજોશમાં ચાલી રહેલી કામગીરી વચ્ચે અચાનક વડોદરાના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે બની નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો એક પીલ્લર અચાનક નમી પડતા તંત્ર દોડતું થયું હતુ વડોદરા સ્થિત વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસેથી બુલેટ મુંબઇથી આવતી બુલેટ ટ્રેન પસાર થશે, ત્યારે આ હાઇ સ્પીડ રેલ વિશ્વામિત્રી બ્રીજની ઉપરથી પસાર થનાર હોય, તેની માટે પીલ્લર ઉભા કરવાની કામગીરી હાલ પૂરજોશમાં ચાલી રહીં છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન કોઇ પણ પ્રકારની ખામી કે પછી નબળી કામગીરી ન થાય તે માટે પણ પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

પરંતુ શહેરમાં ના આજે વાવાઝુડુ આવ્યું છે કે, ના પછી વરસાદી માહોલ છે, છતાંય વિશ્વામિત્રી રેલવે સ્ટેશન પાસે નિર્માણ પામી રહેલા બુલેટ ટ્રેનનો પીલ્લર અચાનક એક તરફ નમી પડતાં અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. આ અંગેની જાણ હાઇ સ્પીડ રેલ તંત્રને થતાં તમામ ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા અને સમારકામની કામગીરી શરૂ કરી હતી

Latest Stories