Connect Gujarat
વડોદરા 

વડોદરા : મ્યુઝિયમ ઓન વ્હીલ્સના સહયોગથી ઈન્ટરનેશનલ હેરિટેજ સપ્તાહની અનોખી ઉજવણી...

18મીથી 28મી એપ્રિલ સુધી શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની પણ મુલાકાત લઈ રહી છે. જેનો ઉદ્દેશ્ય ઇમર્સિવ વર્કશોપ અને પ્રવૃત્તિઓ કરવાનો છે.

X

વડોદરાના આઈજીએનસીએ દ્વારા મ્યુઝિયમ ઓન વ્હીલ્સના સહયોગથી ઇન્ટરનેશનલ હેરિટેજ સપ્તાહની ઉજવણી કરવા માટે શહેરના વિવિધ સ્થળો પર એક પ્રદર્શન પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ બસ છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલયના સંગ્રહનું વિસ્તરણ છે, અને ભારતીય કલા અને ઈતિહાસની આસપાસના મહત્વપૂર્ણ વર્ણનો દર્શાવે છે. લોકપ્રિય જાહેર સ્થળો ઉપરાંત આ બસ તા. 18મીથી 28મી એપ્રિલ સુધી શહેરની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓની પણ મુલાકાત લઈ રહી છે. જેનો ઉદ્દેશ્ય ઇમર્સિવ વર્કશોપ અને પ્રવૃત્તિઓ કરવાનો છે.

આઈજીએનસીએ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયની અગ્રણી સંસ્થા છે. સંરક્ષણથી લઈને ડિજિટાઈઝેશન સુધી, સંશોધનથી લઈને પ્રકાશન સુધી, ભારતીય સંસ્કૃતિ અને વારસામાં તેનું યોગદાન અજોડ છે. પશ્ચિમનું પ્રાદેશિક કેન્દ્ર રાજા રવિ વર્માના સ્ટુડિયો વડોદરામાં સ્થિત છે. ધ મ્યુઝિયમ ઓન વ્હીલ્સએ સીએસએમવીએસ મુંબઈની અત્યાધુનિક બસો દ્વારા શૈક્ષણિક આઉટરીચ પહેલ છે. જે મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને કર્ણાટકના શહેર, ઉપનગરીય વિસ્તાર અને ગ્રામીણ વિસ્તારોમાં વ્યાપકપણે મુસાફરી કરે છે. બસો નિશ્ચિત વિષયો પર પ્રદર્શનનું આયોજન કરે છે, જે સમયાંતરે બદલાય છે. આ પ્રોજેક્ટ સિટી દ્વારા સપોર્ટેડ છે. આ પ્રાદેશિક કેન્દ્ર વડોદરાનો સતત ઉદ્દેશ્ય વડોદરાની સંસ્કારી નગરીમાં મૂલ્યવર્ધક કરતા અનન્ય શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો શહેરમાં લાવવાનો છે.

Next Story