Connect Gujarat
વડોદરા 

વડોદરા: ચકચારીદક્ષ પટેલ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ, પાટીદાર સમાજ દ્વારા કરાયું વિશાળ રેલીનું આયોજન

વડોદરાના ચકચારી દક્ષ પટેલ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો

વડોદરા: ચકચારીદક્ષ પટેલ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ, પાટીદાર સમાજ દ્વારા કરાયું વિશાળ રેલીનું આયોજન
X

વડોદરાના ચકચારી દક્ષ પટેલ હત્યા કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ સાથે પાટીદાર સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા રેલી કાઢી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

આજરોજ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન વડોદરા દ્વારા નવલખી મેદાન ખાતેથી કલેકટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના સભ્યો જોડાયા હતા. સમાજના અગ્રણીએ જણાવ્યું હતું કે દક્ષ પટેલના હત્યારા પાર્થ કોઠારીને ફાંસીની સજા કરવામાં આવે એવી અમારી માંગ છે.જો હત્યારાને ફાંસીની સજા મળે તો સમાજ માટે દાખલો બેસે અને અન્ય કોઈ વ્યક્તિ આ પ્રકારની ઘટનાનો વિચાર ના કરી શકે .આજની યુવા પેઢી સોશિયલ મીડિયાની દુનિયામાં ગેરમાર્ગે દોરાઈ રહી છે. ખાસ કરીને વેબ સીરીજો ઘાતક સાબિત થઈ રહી છે. ત્યારે વાલીઓની સાથે દરેક સમાજે આ બાબતની ગંભીરતા સમજવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે દક્ષ પટેલને મોતને ઘાટ ઉતારનાર ખુદ તેનો ખાસ મિત્ર પાર્થ કોઠારી હોવાનું સામે આવ્યું હતું. બહેન સાથે પ્રેમ સબંધની આશંકામાં તેણે યુવકની કરપીણ હત્યા કરી દીધી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો

Next Story