/connect-gujarat/media/post_banners/fa6dddf4ad563db75ffb012918e2a89bb9e980871e7665e7d7318e2728c1d648.jpg)
વડોદરા વેટરનરી સોસાયટી દ્વારા વર્લ્ડ વેટરીનરી દિવસ નિમિત્તે શહેરના ભૂતડીઝાંપા નજીક આવેલ વેટરનરી દવાખાના ખાતે એનિમલ વેલ્ફેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્લ્ડ વેટરનરી એસોસિએશન દ્વારા વર્ષ 2001થી સમગ્ર વિશ્વમાં એપ્રિલ મહિનાના છેલ્લા શનિવારને વિશ્વ વેટરનરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ વેટરનરી દિવસની ઉજવણી માટે દર વર્ષ માટે એક થીમ પસંદ કરવામાં આવે છે. વિશ્વ વેટરનરી દિવસનો મુખ્ય હેતુ પશુ સ્વાસ્થ્ય વિશે જાગૃતતા ફેલાવવાનો અને પ્રાણી ક્રુરતા નિવારણ માટે યોગ્ય પગલા લેવાનો છે. વિશ્વ વેટરનરી દિવસ જવાબદારી પૂર્વક પાલતુ પશુઓને ઉછેરવા અને પાલતુ પશુ પ્રત્યે સંવેદનશીલતાનો પણ સંદેશ આપે છે, ત્યારે આજે વડોદરા શહેરના ભૂતડીઝાંપા નજીક આવેલા વેટરનરી દવાખાના ખાતે એનિમલ વેલ્ફેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ થીમ મુજબ પશુચિકિત્સા ડોક્ટર્સને ચિકિત્સા ક્ષેત્રે તમામ પ્રકારની મદદ અને સંસાધનો પૂરા પાડવા અને પશુચિકિત્સા ક્ષેત્રે ડોક્ટર્સ દ્રારા આપવામાં આવેલ યોગદાન બદલ તેઓને બિરદાવવાના કાર્યક્રમ સાથે જ પશુ ચિકિત્સા માટે એનજીઓ સંસ્થા સાથે મળી પશુઓને વેક્સિન અને નિદાનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો.