Connect Gujarat
વડોદરા 

વડોદરા : નવરચના યુનિવર્સિટીમાં યોજાશે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, તજજ્ઞો પોતાના અનુભવો-તારણોનું કરશે આદાન-પ્રદાન

X

વડોદરા વિસ્તારની પ્રિમિયર મલ્ટીડીસીપ્લીનરી પ્રાઇવેટ યુનિવર્સિટી, નવરચના યુનિવર્સિટી મોલેક્યુલર મેડીસીન-રિપ્રોડક્શન અને એન્ડોક્રિનોલોજી વિષય અંતર્ગત આગામી તા. 14થી 16 સપ્ટેમ્બર દરમ્યાન ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સ નવરચના યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં બાયોમેડીકલ અને લાઈફ સાયન્સિસ વિભાગ, સ્કૂલ ઓફ સાયન્સના ઉપક્રમે “ધ સોસાયટી ફોર રિ-પ્રોડક્ટિવ બાયોલોજી એન્ડ કમ્પેરેટિવ એન્ડોક્રિનોલોજી”ના સહયોગથી યોજવામાં આવી છે. ICMMRI-2023માં દુનિયાભરમાંથી અગ્રણી શિક્ષણવિદો, વૈજ્ઞાનિકો, સંશોધન એકઠા થઈને પોતાના અનુભવો અને સંશોધનના તારણોનું આદાન-પ્રદાન કરશે. આ કોન્ફરન્સ જે તે વિષયના વિવિધ પ્રોફેશનલ્સ માટે ઇન્ટર ડીસીપ્લીનરી પ્લેટફોર્મ પુરવાર થશે, અને આ વિષયના નવા ઇનોવેશન, તરાહો, પડકારો અને ઉપાયો અંગે પરામર્શ કરવામાં આવશે. આ કોન્ફરન્સની સાથે સાથે ICMMRI-2023ની 40મી વાર્ષિક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Next Story