Connect Gujarat
વડોદરા 

વડોદરા: 50 હજાર જેટલી રાખડી તૈયાર કરી દેશના સીમાડે રક્ષા કરતાં જવાનો માટે મોકલાશે

દેશની સરહદે રક્ષા કરતા જવાનો માટે વડોદરાનાં એક શિક્ષક દ્વારા છેલ્લા 8 વર્ષથી અનોખુ આયોજન કરવામાં આવે છે.

X

દેશની સરહદે રક્ષા કરતા જવાનો માટે વડોદરાનાં એક શિક્ષક દ્વારા છેલ્લા 8 વર્ષથી અનોખુ આયોજન કરવામાં આવે છે. બહેનો દ્વારા 50000 જેટલી રાખી તૈયાર કરી બોર્ડર પર તૈનાત જવાનોને મોકલવામાં આવશે.

રક્ષાબંધનનો પર્વએ ભાઈ બહેનના અતૂટ પ્રેમને વ્યક્ત કરવાનો પર્વ છે. બહેન રાખી બાંધી ભાઈનું રક્ષણ કરે છે, ત્યારે ભાઈ પણ બહેનને રક્ષાનું વચન આપે છે. એ જ રીતે ઘરમાં તો દરેક બહેન પોતાના ભાઇને રાખડી બાંધે જ છે, પરંતુ દેશની સરહદે રક્ષા કરતા જવાનો માટે વડોદરાના એક શિક્ષક દ્વારા છેલ્લા 8 વર્ષથી અનોખું આયોજન કરવામાં આવે છે.75 રાખડીથી શરૂ કરીને આજે 50,000 જેટલી રાખડીઓ ભારત પાકિસ્તાન અને ભારત ચીનની બોર્ડર પર દેશના જવાનોની સુરક્ષા માટે મોકલવામાં આવે છે. કોરોના કાળમાં પણ 12000 જેટલી રાખડીયો દેશના બોર્ડર પર મોકલવામાં આવી હતી. આ તમામ રાખડીઓ વડોદરા વાસીઓ તથા સ્કૂલના બાળકો દ્વારા તૈયાર કરવામાં આવતી હોય છે. જેમાં ખાસ કરીને બાળકો દેશના જવાનો માટે શુભેચ્છા પાઠવતા કાર્ડ પણ બનાવીને મોકલાવતા હોય છે.

ખાસ વાતો એ છે કે બાળકો દ્વારા રાખડીની સાથે સાથે બેન્ડેડ પણ મોકલાવવામાં આવે છે. અને લખવામાં આવ્યું છે કે 'તમને ઈજા પહોંચે તો આ બેન્ડેડ લગાવી દેજો." રક્ષાબંધનના ચાર દિવસ પૂર્વે જ આ રાખડીયો દેશના જવાનો પાસે પહોંચી જતી હોય છે. ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે ઘરેથી મોકલાવેલ રાખડી જવાનો સુધી પહોંચતી નથી પરંતુ આ તમામ રાખડીયો એમના સુધી જરૂરથી પહોંચતી હોય છે. આ વર્ષે 14 રાજ્યોમાંથી તથા બહારના દેશોમાંથી પણ રાખડીઓ મોકલાવવામાં આવી છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા, રશિયા, જર્મની, જાપાનથી બહેનોએ રાખડી મોકલાવી છે.

Next Story