/connect-gujarat/media/post_banners/aa5442088f9c9083e227b1433669cfdf09c5d12d1ec433f4e963d0952bb8bc8c.jpg)
વડોદરામાં આવેલી અમર પાન નામની શોપમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા વધુ એક વખત દરોડા પાડીને પ્રતિબંધીત ઇ સિગારેટને જથ્થો ઝડપી પાડ્યો છે. વડોદરાના અલકાપુરી વિસ્તારમાં આવેલા વિન્ડસર પ્લાઝા કોમ્પલેક્ષના બેઝમેન્ટમાં અમર પાન નામની શોપ આવેલી છે. અહિંયા પાન-મસાલા તથા સિગારેટ સહિત અન્ય ઇમ્પોર્ટેડ આઇટમ મળે છે.
આ પાન શોપ જૂની અને જાણીતી છે. અગાઉ અહિંયાથી મોટા પ્રમાણમાં પ્રતિબંધીત ઇ સિગારેટને જથ્થો જપ્ત કરવામાં આવી ચુક્યો છે. સમગ્ર મામલે એસઓજીના એએસઆઇએ મીડિયાને જણાવ્યું કે, ફ્લેવર વાળી પ્રતિબંધીત ઇ સિગારેટ પીવાથી કોઇને ખબર નથી પડતી, તે અમર પાનમાંથી જપ્ત કરવામાં આવી છે. અગાઉ પણ સંચાલકો સામે કેસ કરવામાં આવી ચુક્યા છે. આજે બાતમીના આધારે વધુ એક વખત ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પ્રતિબંધીત ઇ સિગારેટ મળી આવી છે.જ્યારે અમર પાનના સંચાલકે નફ્ફટાઇ પુર્વક મીડિયાને કહ્યું કે, ઇ સિગારેટ ફોરેનમાં પ્રચલિત છે. તે હિસાબે અમે અહિંયા અમુક કસ્ટમરો માટે રાખતા હતા.