વડોદરા શહેરની નવ વર્ષીય મનસ્વી કરાટે-કિક બોક્સિંગમાં 'બ્લેક બેલ્ટ',રાજ્યની યંગેસ્ટ પ્લેયર બની

વડોદરા શહેરની માત્ર 9 વર્ષની ઉંમરની મનસ્વી સલુજા કરાટે અને કિક બોક્સિંગ બંનેમાં બ્લેક બેલ્ટનો ખિતાબ મેળવવામાં સફળ થઇ છે

વડોદરા શહેરની નવ વર્ષીય મનસ્વી કરાટે-કિક બોક્સિંગમાં 'બ્લેક બેલ્ટ',રાજ્યની યંગેસ્ટ પ્લેયર બની
New Update

વડોદરા શહેરની માત્ર 9 વર્ષની ઉંમરની મનસ્વી સલુજા કરાટે અને કિક બોક્સિંગ બંનેમાં બ્લેક બેલ્ટનો ખિતાબ મેળવવામાં સફળ થઇ છે અને આગામી સમયમાં નેશનલ માં મનસ્વી ઉત્તમ પ્રદર્શન કરશે તો એનું વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે સિલેક્શન થશે.

બાળપણમાં બાળકોને એમના ભવિષ્યની કોઈ ચિંતા હોતી નથી. પરંતુ વડોદરા શહેરની બાળકી, જે હાલમાં 9 વર્ષની જ છે, પરંતુ એણે એના ભવિષ્ય માટે ઘણું વિચારીને રાખ્યું છે. તથા આટલી નાની વયે ઘણી મોટી સિદ્ધિઓ પણ હાસિલ કરી છે. મનસ્વી સલુજા માત્ર 9 વર્ષની ઉંમરે કરાટે અને કિક બોક્સિંગ બંનેમાં બ્લેક બેલ્ટનો ખિતાબ મેળવવામાં સફળ થઇ છે. મનસ્વી એનું ભવિષ્ય એ આઈ. પી.એસ. અધિકારી, ડોક્ટર, અથવા કીક બોક્સર તરીકે જોઈ રહી છે. ગુજરાતમાં મનસ્વી એકમાત્ર કીક બોક્સિંગમાં આ સિદ્ધિ હાંસલ કરનાર યંગેસ્ટ પ્લેયર છે. આ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પહેલા પડાવનું સિલેક્શન હતું. તથા આજ મહિનામાં કોલકાતા ખાતે બીજા પડાવનું સિલેક્શન થવા જઈ રહ્યું છે. જો આ નેશનલમાં મનસ્વી ઉત્તમ પ્રદર્શન કરશે તો એનું વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે સિલેક્શન થશે. મનસ્વીએ જણાવ્યું કે, મારૂ કોઇ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકાઉન્ટ નથી. કરાટે કરવા સિવાયના સમયમાં હું કોમ્પ્યુટર અથવા મોબાઇલની જગ્યાએ મિત્રો સાથે રમવાનું પસંદ કરું છું. મારા શિડ્યુલમાં મારો સ્ક્રિન ટાઇમ નક્કી હોય છે. દિવસમાં એક કલાકથી પણ ઓછા સમય માટે હું કોમ્પ્યુટર અથવા ફોનનો ઉપયોગ કરું છું. મનસ્વીની માતા રતિ સલુજાએ જણાવ્યું હતું કે,મનસ્વીને અમે સાડા ત્રણ વર્ષની ઉંમરે જ કરાટે ક્લાસ જોઈન કરાવ્યા હતા. ત્યાર બાદ તેની આવડતને જોતા તેના કોચ સિદ્ધાર્થ ભાલેઘરેએ અમને તેને કિક બોક્સિંગ જોઇન ક્લાસ કરવાનો આગ્રહ પણ કર્યો હતો. જે બાદ મનસ્વીએ કરાટે અને કિક બોક્સિંગ ની ટ્રેનીંગ શરૂ કરી હતી. આજે પાંચ વર્ષ બાદ તેણે કરાટે અને કિક બોક્સિંગ બંનેમાં બ્લેક બેલ્ટ મેળવ્યો છે.

સિદ્ધાર્થ ફિટનેશ કલબમાં છેલ્લા 5 વર્ષથી તાલીમ મેળવી રહી છે. જેમાં મનસ્વીના કોચ સિદ્ધાર્થ ભાલેઘરે ,તાલીમ આપી રહ્યા છે. કોચે જણાવ્યું હતું કે, હું ખૂબ જ ગૌરવ અનુભવી રહ્યો છે કે મારી વિદ્યાર્થીની એ ખૂબ જ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. અને મનસ્વી એક ખૂબ જ મહેનતું છોકરી છે, જેથી મને વિશ્વાસ છે નેશનલમાં સિલેક્ટ થઈને વર્લ્ડ ચેમ્પિયનશિપ રમવા જશે અને ભારત દેશનું નામ રોશન કરશે.

#Gujarat #Connect Gujarat #BeyondJustNews #Vadodara #State #youngest player #Manasvi #Black Belt #karate-kick boxing
Here are a few more articles:
Read the Next Article