ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન
વડોદરા ખાતે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું કરાયું આયોજન
પ્રાદેશિક કક્ષાની યોજાઈ સ્પર્ધા
ગુજરાત,મહારાષ્ટ્ર અને ગોવાના વિદ્યાર્થીઓએ લીધો ભાગ
ગુજરાતી,હિન્દી તેમજ માતૃભાષામાં ગીત રજુ કરતા સ્પર્ધકો
વડોદરા શહેરની સિગ્નસ સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં ઉત્સાહભેર વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
ભારત વિકાસ પરિષદના પાયાના પાંચ સૂત્રો છે,સંપર્ક, સહયોગ, સંસ્કાર,સેવા,સમર્પણ સૂત્રોના આધારે સેવા અને સંસ્કારલક્ષી કાર્યની ધૂણી સતત ધખાવવામાં આવે છે.આવું જ એક સંસ્કારલક્ષી કાર્ય એટલે રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા.ભારત વિકાસ પરિષદ દક્ષિણ પ્રાંત દ્વારા વડોદરા શહેરની સિગ્નસ સ્કૂલ ખાતે પ્રાદેશિક કક્ષાની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધા યોજવામાં આવી હતી.
જેમાં ગુજરાત,મહારાષ્ટ્ર અને ગોવાની શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વતન પ્રેમ, દેશ દાઝ,જુસ્સો વધારવા માટે હતો.આ સ્પર્ધામાં ગુજરાતની 4,મહારાષ્ટ્ર માંથી 5 અને ગોવાથી 1 ટીમે ભાગ લીધો હતો.પ્રાંત કક્ષાએ વિજેતા થયેલી ટીમોએ વડોદરા ખાતે પ્રાદેશિક કક્ષાની સ્પર્ધા માટે ભાગ લીધો હતો,અને વિજેતા ટીમ આગામી સમયમાં બેંગ્લોરમાં યોજાનાર રાષ્ટ્રીય સ્તરની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં ભાગ લેશે.
આ અંગે ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાના સંયોજક કૌસ્તુભ પરીખે જણાવ્યું હતું કે આ સ્પર્ધામાં સ્પર્ધકો દ્વારા ગુજરાતી,હિન્દી અને પોતાની માતૃભાષામાં લોકગીત રજુ કરશે.
ભારત વિકાસ પરિષદ દેશભરમાં સંસ્કાર વિકલ્પોનું આયોજન કરે છે.જેના ભાગરૂપ રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવે છે.વડોદરા ખાતે પ્રાદેશિક કક્ષાની સમૂહ ગાન સ્પર્ધામાં 10 પ્રાંતની વિજેતા ટીમ 13 ડિસેમ્બરે બેંગ્લોર ખાતે યોજાનાર રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે.
ભારત વિકાસ પરિષદ બાળકોમાં સંસ્કાર તેમજ દેશ પ્રેમની ભાવનાઓને ઉજાગર કરવા માટે સેવાલક્ષી કર્યો કરે છે.બાળકોમાં દેશપ્રેમની ભક્તિનું સિંચન કરવા માટેનો આ એક સ્તુત્ય પ્રયાસ છે.
જેને સૌ કોઈ બિરદાવી રહ્યું છે.વડોદરા ખાતે આયોજીત પ્રાદેશિક કક્ષાની રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી દુર્ગાદત્ત શર્મા,ક્ષેત્રીય અધ્યક્ષ લક્ષ્મીનિવાસ જાજુ,પશ્ચિમ ક્ષેત્રીય મહામંત્રી વિનોદ લાઠીયા,રાષ્ટ્રીય સંયોજક સ્વદેશ રંજન ગોસ્વામી,પશ્ચિમ ક્ષેત્ર સહમંત્રીઓ,ગુજરાત દક્ષિણ પ્રાંત અધ્યક્ષ હિતેશ અગ્રવાલ,મહામંત્રી ધર્મેશ શાહ,પ્રાંત કોષાધ્યક્ષ પ્રદ્યુમ્ન જરીવાલા,પ્રાંત રાષ્ટ્રીય સંયોજક કૌસ્તુભ પરીખ સહિત પ્રાંતના પદાધિકારીઓ,ક્ષેત્રિય મંત્રીઓ તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.