• ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
  • ગુજરાત
    • સુરત
    • ભરૂચ
    • વડોદરા
  • દેશ
  • દુનિયા
  • મનોરંજન
  • શિક્ષણ
  • સ્પોર્ટ્સ
  • લાઈફસ્ટાઇલ
    • ફેશન
    • ટ્રાવેલ
    • આરોગ્ય
    • વાનગીઓ
  • અન્ય
    • બ્લોગ
    • ધર્મ દર્શન
    • બિઝનેસ
    • ટેકનોલોજી
  • English
Authors

Powered by

વડોદરા: ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક, પાકિસ્તાનથી એકાઉન્ટ હેક થયું હોવાનો દાવો

ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલનું ફેસબુક પેજ એકાઉન્ટ હેક થયુ હતુ,પાકિસ્તાનથી એકાઉન્ટ હેક થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

author-image
By Connect Gujarat 12 Dec 2023 in વડોદરા Featured
New Update
વડોદરા: ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલનું ફેસબુક એકાઉન્ટ હેક, પાકિસ્તાનથી એકાઉન્ટ હેક થયું હોવાનો દાવો

વડોદરાના ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલનું ફેસબુક પેજ એકાઉન્ટ હેક થયુ હતુ,પાકિસ્તાનથી એકાઉન્ટ હેક થયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે

વડોદરા શહેરના વોર્ડ નંબર-16ના ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલનું ફેસબુક પેજ હેક થયું છે અને તેમાં કોંગ્રેસની જાહેરાત કરવામાં આવી રહી છે. જેથી મહિલા કાઉન્સિલરે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. મહિલા કાઉન્સિલરે તેમનું ફેસબુક એકાઉન્ટ પાકિસ્તાનથી હેક કરવામાં આવ્યું હોવાનું દાવો કર્યો છે.સ્નેહલ પટેલના હેક થયેલા એકાઉન્ટમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓના ફોટો પણ મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત મહેન્દ્રસિંહ ધોની અને વિરાટ કોહલીના પણ ફોટો મુકવામાં આવ્યા છે. વડોદરા શહેર સાયબર પોલીસે મહિલા કાઉન્સિલરની અરજી લઈને આ મામલે તપાસ શરૂ કરી છે.વડોદરા શહેરના વોર્ડ નંબર 16ના ભાજપના કાઉન્સિલર સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, મારું ફેસબુક પેજ હેક થયું છે, તે હાલ પાકિસ્તાનથી હેન્ડલ થઈ રહ્યું છે, તેની અંદર કોંગ્રેસની જાહેરાત કરવામાં આવી રહી છે. હું ભાજપની કાઉન્સિલર છું ભવિષ્યમાં મને પણ નુકસાન પહોંચાડે તેમ છે, જેથી મેં વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે અને ફેસબુકમાં પણ ફરિયાદ કરી છે જેની હાલ કાર્યવાહી ચાલી રહી છે.


#Gujarat #CGNews #Pakistan #Vadodara #account #BJP Councilor #Snehal Patel #Facebook Account Hacked #Hacked
Related Articles
Latest Stories
    Read the Next Article
    Powered by


    Subscribe to our Newsletter!




    Powered by