વડોદરા: વડતાલથી પરત ફરતા હરિભક્તોની બસ ફસાઈ, ટ્રેક્ટરથી રેસ્ક્યૂ કરતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો

વડોદરાના ગણપતપૂરા ગામ નજીકનો બનાવ, વડતાલથી પરત ફરી રહેલ બાદ ફસાય.

New Update
વડોદરા: વડતાલથી પરત ફરતા હરિભક્તોની બસ ફસાઈ, ટ્રેક્ટરથી રેસ્ક્યૂ કરતા તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો

વડોદરાના ગણપતપુરા પાસે પાણીથી ભરેલા રેલવે ગરનાળામાં વડતાલથી પરત ફરી રહેલા હરીભક્તોની ફસાયેલી બસને ટ્રેક્ટરે બહાર કાઢી હતી

વડતાલ સ્વામીનારાયણ મંદિરમાંથી 20 સત્સંગીઓને લઇ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગંધારા ગામે મૂકવા માટે જઇ રહેલી બસ ગણપતપુરા ગામ પાસેના પાણી ભરેલા રેલવે ગરનાળામાં ફસાઇ જતાં સત્સંગીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. એક કલાક સુધી ગરનાળામાં ફસાઇ રહેલી વડતાલ સંત્સગની બસને ટ્રેક્ટરથી ખેંચીને બહાર કાઢવામાં આવી હતી.

બસ હેમખેમ બહાર નીકળતા સંત્સગીઓએ હાશકારો અનુભવ્યો હતો.સંત્સગીઓ સવાર અડધી બસ રેલવે ગરનાળામાં ભરાયેલા પાણીમાં ઘરક થઇ જતાં, બસમાં સવાર સંત્સગીઓ ગભરાઇ ગયા હતા. દરમિયાન આ અંગેની જાણ ગણપતપુરા ગામના લોકોને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. બસ ધક્કા મારીને નીકળે તેમ ન હોઇ, બસને બહાર કાઢવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી.

બસને સાંકળ બાધીને ટ્રેક્ટરની મદદથી બસને પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. બસ હેમખેમ બહાર નીકળતા સંત્સગીઓએ રાહત અનુભવી હતી.