વડોદરા : ન્યૂડ વિડિયો કોલ કરી વેપારી પાસેથી રૂ. 3 લાખ ઉલાળનાર 2 ભેજાબાજોની ધરપકડ...

શહેરમાં ન્યૂડ વિડિયો કોલ કરીને વેપારીને છેતરનાર 2 ભેજાબાજોએ રૂ. 3 લાખથી વધુની રકમ પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

New Update
વડોદરા : ન્યૂડ વિડિયો કોલ કરી વેપારી પાસેથી રૂ. 3 લાખ ઉલાળનાર 2 ભેજાબાજોની ધરપકડ...

વડોદરા શહેરમાં ન્યૂડ વિડિયો કોલ કરીને વેપારીને છેતરનાર 2 ભેજાબાજોએ રૂ. 3 લાખથી વધુની રકમ પડાવી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.

વડોદરા શહેરના એક વેપારીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ સ્વીકારવાનું ભારે પડ્યું હતું. જેમાં વેપારીનો મોબાઈલ નંબર મેળવી તેની સાથે વાત કરનાર યુવતી ન્યૂડ થઈ હતી. જેમાં વેપારીને સોશિયલ મીડિયામાં વાતચીત દરમિયાનના ફોટો શેર કરવાની ધમકી આપી લાખ્ખો રૂપિયા પડાવી લીધા હતા. જે બાદ વેપારીએ આ મામલે સાયબર ક્રાઈમમાં ફરીયાદ નોંધાવી હતી, ત્યારે સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આ મામલામાં સંડોવાયેલા સાજીદ ખાન અને માજીદ ખાનને રાજસ્થાનથી ઝડપી પાડી બન્ને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Latest Stories