Connect Gujarat
વડોદરા 

વડોદરા: મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી, લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા

1700 જેટલા કાચા-પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી

X

ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનના પર્વની વડોદરા મધ્યસ્થા જેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં જેલના કેદીઓને તેઓની બહેન દ્વારા રાખડી બાંધવામાં આવતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. વડોદરા મધ્યસ્થ જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.1700 જેટલા કાચા-પાકા કામના કેદીઓને બહેનો રાખડી બાંધી શકે તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.

બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી શકે તે માટે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ એક પછી એક લોટમાં જઈ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી હતી. બહેને પોતાના ભાઈને રાખડી બાંધી બહાર આવતા કરુણ દ્રશો પણ જોવા મળ્યા હતા.પોતાના ભાઈને બહેન યોગ્ય રીતે મળી શકે અને રાખડી બાંધી મીઠાઈ ખવડાવી ઉજવણી કરે તે માટે જેલ પ્રશાસન દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. સાથે જેલમાં રહેલ કેદીઓના આરોગ્ય ન બગડે તે માટે બહેનો મીઠાઈ અને ફરસાણ જેલ પ્રશાસન દ્વારા બહાર સ્ટોલ લગાવી ખરીદી માટે મુકવામાં આવ્યું હતું. અહીં 10 જેટલી અલગ અલગ વેરાયટીના ફરસાણ અને બરોડા ડેરી દ્વારા શુદ્ધ મીઠાઈ વ્યાજબી ભાવે ઉપલબ્ધ કરવામાં આવી હતી.

Next Story